રાહુલ ગાંધીની સોમનાથ મંદિરમાં બિનહિંદુ તરીકે કરી એન્ટ્રી, સર્જાયો વધુ એક વિવાદ

ન્યૂ દિલ્હીઃ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનાં ગુજરાતનાં સોમનાથ મંદિરમાં જવા પર એક વિવાદ શરૂ થઇ ગયો છે. આ વિવાદનું મૂળ કારણ એ છે કે રાહુલ ગાંધી અહીં ગેરહિંદુની રીતે અહીં મંદિરમાં પહોંચ્યા હતાં.

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીનાં રાજનૈતિક સલાહકાર અહમદ પટેલ અને રાહુલ ગાંધી બુધવારનાં રોજ સોમનાથ મંદિરનાં પ્રશાસન પર જ્યારે પહોંચ્યા અને જ્યારે મંદિરમાં પ્રવેશ કરવા માટે પૂજા-અર્ચના કરવાની પરવાનગી રાહુલ ગાંધીએ માગી.

મંદિરમાં એન્ટ્રી માટે રાહુલ ગાંધીનાં મંદિર પ્રશાસન પાસે પરવાનગી લેતાની સાથે જ વિવાદ શરૂ થઇ ગયો છે. હકીકતમાં સોમનાથ મંદિરમાં હિંદુઓનાં પ્રવેશ માટે કોઇ પણ પ્રકારની દખલગીરી કરવામાં નથી આવતી. પરંતુ જો ગેરહિંદુઓ મંદિરમાં પ્રવેશ કરે તો તેમને મંદિરમાં પ્રવેશ કરવા માટે પરવાનગી લેવી જરૂરી હોય છે.

R-Gandhi

એવામાં અહેમદ પટેલની સાથે રાહુલ ગાંધીનાં પણ મંદિરમાં પ્રવેશ કરવા મામલે પરવાનગી લેવી પડે એ એક ચોંકાવનારી બાબત છે. કેમ કે દર્શન કરવા માટે જે રજિસ્ટરમાં રાહુલ ગાંધી અને અહેમદ પટેલનું નામ છે ત્યાં કોંગ્રેસનાં મીડિયા કોઓર્ડિનેટરનાં હસ્તાક્ષર છે.

You might also like