રાહુલ ગાંધી 24 નવેમ્બરે ફરી ગુજરાત પ્રવાસે, કરશે ચૂંટણી પ્રચાર

ગુજરાતઃ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ફરી વાર આગામી ચૂંટણી પ્રચારને લઇ ગુજરાત મુલાકાતે આવશે. રાહુલ આગામી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનાં ઉમેદવારો માટે પ્રચાર કરશે. રાહુલ ગાંધી આગામી 24 નવેમ્બરે અમદાવાદ, પોરબંદર અને સાણંદ ખાતે જનતા સાથે સંવાદ કરશે.

રાહુલ ગાંધી માછીમાર સમાજનાં લોકો સાથે સંવાદ કરશે. તેમજ સાણંદ ખાતે દલિત સમાજનાં લોકો સાથે સંવાદ કરશે. આ સિવાય ત્યાં લોકો સાથે તેમનાં વિસ્તારનાં પ્રશ્નોને લઇ પણ રાહુલ ગાંધી ત્યાનાં સમાજનાં લોકો સાથે વાત કરશે.

આ ઉપરાંત અમદાવાદમાં પણ રાહુલ ગાંધી મુલાકાત કરવાનાં છે. જેમાં તેઓ શિક્ષણ ક્ષેત્રમાં જોડાયેલા લોકો સાથે પરિસંવાદ કરશે અને ડોક્ટરો સાથે પણ સંવાદ કરશે. આ સિવાય રાહુલ ગાંધી અમદાવાદનાં નિકોલ વિસ્તારમાં પણ બાઇક રેલી યોજવાના છે. કે જે રેલી બાદ તેઓ સભાને સંબોધશે.

ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ આ અગાઉ 3 દિવસ ઉત્તર ગુજરાતનાં પ્રવાસે પણ આવી ચૂક્યા છે. જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં પણ તેઓ ચૂંટણી પ્રચાર કરી ચૂક્યા છે. એટલું જ નહીં પરંતુ ગુજરાતમાં પાટીદાર આંદોલનનું મુખ્ય કેન્દ્ર પણ ઉત્તર ગુજરાત જ હતું. જેને ધ્યાનમાં રાખી આગામી ચૂંટણીને લઇ રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે ચૂંટણી પ્રચાર કરી ચૂક્યાં છે.

You might also like