આગ્રામાં રોડ શો દરમિયાન રાહુલ ગાંધી પર પડ્યો વીજ વાયર

આગ્રા : યુપીમાં રોડ શો દરમિયાન કોંગ્રેસનાં વાઇસ પ્રેસિડેન્ટ રાહુલ ગાંધીને કરંટ લાગ્યો હોવાનાં હેવાલો સામે આવી રહ્યા છે. જો કે તેને કોઇ ઇજા નથી થઇ અને રોડશો ચાલુ રાખ્યો છે. જો કે સમાચાર એજન્સી દ્વારા રાહુલ ગાંધીને કરંટ લાગવાનાં સમાચારને નકારવામાં આવ્યા હતા. જો કે એજન્સીનાં અનુસાર રાહુલ પર વિજ વાયર જરૂર પડ્યો હતો.

મળતી માહિતી અનુસાર રાહુલ ગાંધી પર વીજ વાયર પડ્યો હતો. જો કે તેમાં કરંટ નહી આવતો હોવાનાં કારણે રાહુલ પરથી મોટી ઘાત ટળી હતી. રાહુલ સર્રાફા બજારમાં અગ્રસેન મહારાજની મુર્તિ પર હાર ચડાવવા માટે પહોંચ્યા હતા. તે સમયે તેના પર એક તાર પડ્યો હતો. જેને તેઓએ દુર કરી દીધો હતો. ત્યાર બાદ પોતાનો પ્રસ્તાવિત રોડ શો પણ ચાલુ રાખ્યો હતો.

રાહુલે રોડશો દરમિયાન મોદી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે 7મું પગાર પંચ લાગુ થયું તેનાથી સૈન્ય જવાનો નાખુશ છે. પીએમ મોદીએ માત્ર 15 લોકોનુ લાખોનું દેવુ માફ કરી દીધું. તેની સામે 33 હજાર કરોડનું મનરેગા બજેટ અંત લાવ્યા. મોદી ગરીબ જનતાનાં પૈસા 15 અમીરોને વહેંચી રહ્યા છે.

You might also like