રાહુલ ગાંધીના નજીકના સહયોગી આશિષ કુલકર્ણીએ છોડી કોંગ્રેસ, લગાવ્યા મોટા આરોપ

કોંગ્રેસ કોઓર્ડિનેશન સેન્ટરના સભ્ય અને રાહુલ ગાંધીની નજીકના સહયોગી રહી ચુકેલા આશિષ કુલકર્ણીએ પાર્ટી છોડી દીધી. પાર્ટીમાથી પોતના રાજીનામાની સાથે જ કુલકર્ણીએ પ્રિયંકા ગાંધીને કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બનાવવાની અફવાઓ પર સવાલ ઉઠાવ્યો. રાહુલ ગાંધીના નજીકના સહયોગી રહી ચુકેલા આશિષ કુલકર્ણીએ રાહુલને મોકલેલા પોતાના રાજીનામામાં જણાવ્યું હતું કે પ્રિયંકાના પ્રમોશનની અફવાહ પાર્ટીના એવા દિગ્ગજ નેતાઓ ફેલાવી રહ્યા છે કે જે 2014ની કારારી હારનું કારણ જણાવી પણ નથી શકતા. આશિષે કહ્યું કે હવે આવા લોકો તમામ દોષનો ટોપલો રાહુલ ગાંધી પર ઢોળવા માગી રહ્યા છે. આ ઉપરાંત તેમને કોંગ્રેસ પાર્ટીમાં વંશવાદ વધવાનો પણ આરોપ મૂક્યો છે.

પાર્ટી પર મધ્યવર્ગી વિચારધારાથી ભટકવાનો આરોપ મુકતા કુલકર્ણીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ હવે કાશ્મીર મુદ્દાઓ પર અલગતાવાદીઓ સાથે ઉભેલી દેખાય છે. તેમને જણાવ્યું હતું કે જેએનયુ પ્રકરણમાં કોંગ્રેસ એક રીતે અલ્ટ્રા લેફ્ટની સાથે સહાનુભૂતિ દર્શાવતા જોવા મળી હતી. આશીષે લખ્યું છે કે પાર્ટી દ્વારા જમીની હકિકતથી દૂર થઈ ગયું છે અને હાલના સંજોગોને સમજવા અને કાર્યકર્તાઓથી જુડવામાં અસફળ સાબિત થઇ રહી છે.

આ અફવાઓને ‘ઘૃણિત’ ગણાવીને, કુલકર્ણીએ પોતાના રાજીનામામાં લખ્યું હતું કે આવા પ્રયત્નો જૂના નેતાઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે. જેથી એવી ધારણા બને કે પાર્ટીમાં રાહુલની આગેવાનીમાં અવિશ્વાસનો માહોલ છે. 2009 થી કોંગ્રેસ પાર્ટીના વોર રૂમ સાથે સંકળાયેલા આશિષે પાર્ટીના વર્તમાન પરિસ્થિતિ અંગે ઘણા પ્રશ્નો ઉઠાવ્યા છે. રાહુલ ગાંધીને સંબોધતા ત્રણ પાનાંના પોતાના પત્રમાં આશીષે લખ્યું હતું કે, અમે પાર્ટીમાં મેનેજમેન્ટને મજબૂત નથી કરી શક્યા. મહારાષ્ટ્ર, આસામ, ગોવા, અરુણાચલ અને ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં પર્ટીની અનિર્ણયાકતા ચાલતા હારનો સામનો કરવો પડ્યો હતો. આજ સ્થિતિ હિમાચલ અને ગુજરાતમાં પણ પુનરાવર્તન થઈ શકે છે. ‘

You might also like