જાણો…પીએમ મોદીને પત્ર લખી રાહુલ ગાંધીએ શું જણાવ્યું…..

નવી દિલ્હી : કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી ‘વન રેન્ક વન પેન્શન’ યોજનાને લાગુ કરવા જણાવ્યું છે. રાહુલ ગાંધીએ પત્ર લખીને જણાવ્યું છે કે આપણા જવાન દરરોજ દેશની રક્ષા માટે પોતાનો જીવ જોખમમાં મુકી રહ્યા છે. આપણુ કર્તવ્ય છે કે આપણે તેમને સંતોષ આપીએ કે અમને તમારી તેમજ તમારા પરીવારની ચિંતા છે. રાહુલ ગાંધીએ લખેલા પત્રમાં જણાવ્યું છે કે હું તમારું ધ્યાન મીડિયાની એ ખબર તરફ દોરવા ઇચ્છું છું કે થોડા સમય પહેલા સરકાર દ્વારા લેવામાં આવેલ નિર્ણય પછી સામે આવી છે. મને લાગે છે કે આ ખબર આપણા જવાનોના મનોબળ પર પ્રતિકૂળ પ્રભાવ કરનારી છે.

કોંગ્રેસના ઉપાધ્યક્ષે પત્ર દ્વારા કહ્યું કે સર્જિકલ સ્ટ્રાઇકના થોડા સમય પછી વિકલાંગતા પેન્શનમાં ફેરફાર કરવામાં આવ્યો, જેના અનુસાર ઘણા મુદ્દે આ જવાનોના વિકલાંગ થવા પર પેન્શન ઓછું કરી દે છે. સશસ્ત્ર દળના જવાનોને સતત સાતમા પગાર પંચની ભલામણોથી દૂર રાખવામાં આવી રહ્યા છે. 18 ઓક્ટોબરના આદેશમાં રક્ષા અધિકારીઓના સ્ટેટ્સને ઘટાડા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઘટાડો તેમના સમકક્ષ સિવિલ અધિકારીઓની સરખામણીએ કરવામાં આવી છે.

rahul-gandhi-letter-1

You might also like