રાહુલ ગાંધી આજનાં રોજ છત્તીસગઢની મુલાકાતે, યોજશે ભવ્ય રોડ શો

728_90

ન્યૂ દિલ્હીઃ કોંગ્રેસનાં રાષ્ટ્રીય પ્રધાન રાહુલ ગાંધી આજનાં છત્તીસગઢની મુલાકાતે જશે. સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ રાહુલ ગાંધી સૌથી પહેલા રાજનાંદગામનાં ડૉગરગઢ મંદિરે જઇને માં બમલેશ્વરીની પૂજા-અર્ચના કરશે. જ્યાર બાદ મુખ્યમંત્રીનાં વિધાનસભા ક્ષેત્ર રાજનાંદગામમાં રાહુલ ગાંધીનો રોડ શો શરૂ થશે.

આ સાથે જ રાહુલ ગાંધી સમાજનાં વિભિન્ન વર્ગોનાં લોકો સાથે પણ વિશેષ મુલાકાત કરશે અને આગામી ચૂંટણીને લઇને કોંગ્રેસને માટે તેઓનું સમર્થન કરશે. રાહુલ પ્રદેશમાં કોંગ્રેસ સંગઠનને મજબૂતી આપવા ઇચ્છે છે પરંતુ આલા નેતાઓની નિષ્ક્રિયતા સૌથી મોટી બાધા છે. તેઓ ખેડૂતોનાં મુદ્દાને જોરશોરથી ઉઠાવશે.

You might also like
728_90