રાહુલ ગાંધી આદિવાસી આંદોલન કરી નરેન્દ્ર મોદી સરકારને ઘેરશે

નવી દિલ્હી: કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આગામી દિવસોમાં કિસાનોને સાથે રાખી ભૂમિ અધિગ્રહણ બિલના મુદ્દે મોદી સરકાર સામે આદિવાસીઓનું શરૂ કરવાની તૈયારીમાં વ્યસ્ત છે. આ માટે રાહુલે એક રોડમેપ તૈયાર કર્યો છે. જેના દ્વારા આદિવાસી વિસ્તારવાળા સાત રાજ્યમાં ફોરેસ્ટ રાઈટ  કાનૂન(એફઆરએ) બાબતે ભાજપના રાજ્ય અને કેન્દ્ર સરકાર થતી અવગણનાને મુખ્ય મુદો બનાવવાનું પણ આયોજન કર્યુ છે.

આ આંદોલન ચલાવવા માટે રાહુલ ગાંધીએ દેશના આદિવાસીઓની વિશેષ વસતી ધરાવતાં રાજયો જેવાં કે આંધ્ર પ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર, ગુજરાત, છત્તીસગઢ, ઝારખંડની પસંદગી કરી છે.પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખે આ મામલે અહેવાલ માગ્યો છે સાથોસાથ આ રાજ્યોમાં કામ કરનારા એનજીઓ પાસેથી રાહુલ રિર્પોટ લઈ રહ્યા છે. ત્યાર બાદ આદિવાસીઓની જમીન પર કથિત રીતે થઈ કપાતનો મુદો પણ તૈયાર કરવામાં આવશે. તેમજ રાજ્યના પ્રમુખો પાસેથી આ બાબતનો અહેવાલ માગવામા આવી રહ્યો છે.

ઓગસ્ટના પ્રથમ સપ્તાહથી આંદોલન આરંભાશે
કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આગામી ઓગસ્ટના પહેલા સપ્તાહથી આ આંદોલનની આંધ્રપર્દેશથી શરૂઆત કરશે. ત્યારબાદ દર મહિને બે રાજ્યમાં કન્વેશન કરવામાં આવશે. અને આદિવાસીઓને મોદી સરકાર વિરુદ્ધ આંદોલન કરવા પ્રોતેસાહિત કરવામાં આવશે. સાત રાજ્યમાં કન્વેશન કર્યાં બાદ આદિવાસીઓને મોદી સરકારને ઘેરવાની તૈયારી પણ કરવામાં આવી રહી છે. તેમજ મોટી રેલી પણ યોજવામાં આવશે.

મોદી અમીરોના, રાહુલ ગરીબોનાઃ કોંગ્રેસ
કોંગ્રેસનો આક્ષેપ છે કે મોદી સરકાર અમીર લોકોનો જ ખ્યાલ રાખે છે જ્યારે હવે કોંગ્રેસ ગરીબ લોકોની ચિંતા કરશે. અને તે માટે આદિવાસીઓના મામલે તેમને સાથ આપી સરકાર સામે લડત ચલાવશે.

You might also like