મિશન 2019: 16 અને 17 જુલાઈએ રાહુલ ગાંધી આવશે ગુજરાત

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આગામી 16 અને 17 જુલાઈએ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. આ બે દિવસીય મુલાકાત દરમ્યાન મિશન 2019ની રણનીતિ તૈયાર કરાશે. ખાસ કરીને રાહુલ સૌરાષ્ટ્રનાં જિલ્લાઓનો પ્રવાસ ખેડશે. આ સાથે જ ખેડૂતો અને કામદારો સાથે મુલાકાત કરશે.

રાહુલ ગાંધી ભાવનગરનાં મેથળા ગામે ખેડૂતોએ તૈયાર કરેલા બંધારાની પણ મુલાકાત લેવાનાં છે અને અહીંનાં ખેડૂતો સાથે રાજ્ય સરકારની નીતિઓને લઈને ચર્ચા પણ કરશે. આ સાથે અલંગમાં શિપ બ્રેકીંગ યાર્ડની મુલાકાત દરમ્યાન કામદારો સાથે પણ સંવાદ કરશે. રાહુલ ગાંધીનો આ પ્રવાસ ખાસ એટલાં માટે બનશે કારણ કે રાહુલ ધારીનાં જંગલોમાં વસવાટ કરતાં માલધારીઓની મુલાકાત પણ કરવાનાં છે.

આ સાથે જ પ્રખ્યાત કથાકાર મોરારી બાપુની મુલાકાત કરે તેવા પણ સંકેત છે. મહત્વનું છે કે, વિધાનસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધીને ગુજરાતમાં સારો પ્રતિસાદ મળ્યાં બાદ તેમનો આ પહેલો પ્રવાસ છે. ત્યારે રાહુલનાં મિશન 2019 માટે આ પ્રવાસ કેટલો ફળદાયી નિવડે છે તે જોવું રહ્યું.

You might also like