રાહુલ ગાંધી ફરી એક વાર આવશે ગુજરાત પ્રવાસે, કરશે ચૂંટણી પ્રચાર

ગુજરાતઃ આગામી વિધાનસભાની ચૂંટણીને લઇ અલગ-અલગ પાર્ટીઓ દ્વારા અવનવા પ્રયાસો હાથ ધરવામાં આવે છે. ત્યારે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ફરી એક વાર ગુજરાતનાં પ્રવાસે આવશે.

મળતી માહિતી પ્રમાણે, રાહુલ ગાંધી આગામી 17 નવેમ્બરે ગુજરાતમાં ફરી ચૂંટણી પ્રચાર હાથ ધરશે. ગાંધીનગર અને અમદાવાદ જિલ્લામાં રાહુલ ગાંધી ચૂંટણી પ્રચાર કરશે. મહત્વનું એ છે કે, સોમવારનાં જ રાહુલ ગાંધીનો ચોથો ગુજરાત પ્રવાસ પુર્ણ થયો છે.

રાહુલ ગાંધીનાં ગુજરાત પ્રવાસને આવકાર મળી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં કોંગ્રેસને વધુ મજબૂત બનાવવા રાહુલ આગામી ફરી ચૂંટણીનાં મેદાનમાં ઉતરશે.

વિધાનસભાની ચૂંટણી પ્રચારમાં ફરીથી રાહુલ ગાંધી જોડાશે. 17 નવેમ્બરથી રાહુલ ગાંધી ફરીથી અમદાવાદમાં અને ગાંધીનગર જિલ્લામાં ચૂંટણી પ્રચાર હાથ ધરશે.

You might also like