મિશન ગુજરાત: કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજથી ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસે

ગાંધીનગર : કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજથી ત્રણ દિવસીય ગુજરાતની ચૂંટણીલક્ષી મુલાકાતે આવી રહ્યાં છે. રાજ્યની ચૂંટણીમાં 39 દિવસ જેટલો સમય બાકી રહ્યો છે. એવામાં કોંગ્રેસ દ્વારા મિશન ગુજરાત ને લઇને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનો ચૂંટણી પ્રવાસ યોજશે. રાહુલ ગાંધી નવસર્જન યાત્રાને લઇને ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. નવસર્જન યાત્રા દરમિયાન રાહુલ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, તાપી, વલસાડ, નવસારી અને સૂરતની મુલાકાત લેશે. આ દરમિયાન રાહુલ ગાંધી અનેક ચૂંટણીલક્ષી સભાઓને સંબોધન કરશે. રાહુલ ગાંધી ખેડૂતો અને વેપારીઓ સાથે વાતચીત કરશે.

રાહુલ ગુજરાત પ્રવાસની શરૂઆત ભરૂચથી કરશે. ભરૂચ રાહુલ ગાંધીના દાદા ફિરોજ ગાંધીનો ગૃહ જિલ્લો છે. રાહુલ ગાંધીની આ ગુજરાત મુલાકાત કોંગ્રેસ સાથે રાજ્યના રાજકારણ માટે પણ મહત્વપૂર્ણ ગણાઇ રહી છે. કારણે રાહુલ ગાંધી આ પ્રવાસ દરમિયાન પાસના કન્વીનર હાર્દિક પટેલ, દલિત નેતા જીજ્ઞેશ મેવાણી સાથે મુલાકાત કરે તેવી શક્યતા જોવા મળી રહી છે.

You might also like