રાહુલ ગાંધીએ ઊનાકાંડના પીડિતોની વ્યથા સાંભળી

અમદાવાદ: ગીર-સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના સમઢિયાળા ગામે દલિત યુવકો પર થયેલા અત્યાચાર મામલે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજે સવારે સાડા અગિયારની આસપાસ દિવ એરપોર્ટ પર પહોંચ્યા હતા, જ્યાં ગુજરાત કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકી, અર્જૂન મોઢવાડિયા સહિતના કોંગ્રેસ કાર્યકરોએ તેમનું સ્વાગત કર્યું હતું. બાદમાં કાર મારફતે તેઓ ઊનાના સમઢિયાળા ખાતે પીડિત પરિવારની મુલાકાત લીધી હતી અને સમગ્ર ઘટના બાબતે જાણકારી મેળવી હતી. રાહુલ ગાંધીએ પીડિતોને મળી સાંત્વના પાઠવી હતી. સાથે જ તેમણે પીડિત પરિવાર સાથે ચા પણ પીધી હતી.

ભરતસિંહ સોલિંકી રાહુલ ગાંધીને આ મુદ્દે માહિતગાર કર્યા હતા. અત્યાચારનો ભોગ બનેલા દલિત પરિવારે પોતાની પર થયેલા અત્યાચારને શબ્દોથી તો વર્ણવ્યો જ હતો. સાથે જ તેમના શરીર પરના ઘા પણ તેમણ રાહુલને બતાવ્યા હતા. રાહુલે ખૂબ જ શાંતિથી દલિત પરિવાર સાથે બેસીને તેમના અત્યાચારની આપવીતી સાંભળી હતી.  સાથે જ તેમને શાંત્વના પણ પાઢવી હતી.  દલિત પરિવારે પોતાની પર થયેલા અત્યાચારની વિડીયો ક્લિપ પણ રાહુલને બતાવી હતી. પરિવારે ઝીણામાં ઝીણી બાબતો રાહુલને વર્ણવી હતી. ત્યારે રાહુલે આ ઘટનાને ઘણી દુઃખદ ઘટના બતાવી છે. સાથે જ તેમને ન્યાય અપાવવાની ખાતરી પણ આપી છે. પરિવારની મહિલાએ પણ રડીને પોતાના પરિવાર સાથે થયેલા અત્યાચારની વાત કરી હતી. રાહુલે તમામની વાત શાંતિપૂર્ણ સાંભળીને તેમને ન્યાય અપાવવાની ખાત્રી આપી છે.  કોંગ્રેસ તરફથી પીડિત યુવકને પાંચ લાખ રૂપિયા આપવામાં આવ્યા છે. સરપંચ સામે પણ કાર્યવાહી કરવાની ખાત્રી આપી છે. કોંગ્રેસના તમામ  નેતાઓએ પરિવારના સભ્યોએ હાથ મિલાવ્યો હતો. રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પીડિતોને પણ તેઓ મળ્યા હતા. રાહુલ ગાંધીએ પોતાનો મોબાઇલ નંબર પણ પીડિત પરિવારને આપ્યો છે.

ઉનાકાંડના પડઘા સડકથી સંસદ સુધી પડ્યા હોઇ રાષ્ટ્રીય નેતાઓએ હવે ઉના તરફ દોટ મૂકી છે. ગઇ કાલે મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલે ઉનામાં પીડિત પરિવાર અને પીડિતોને મળી સાંત્વના પાઠવી ન્યાય અપાવવાની ખાતરી આપી હતી. જ્યારે આજે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાત આવ્યા છે. સવારે દીવ એરપોર્ટ ખાતે આવ્યા બાદ રાહુલ ગાંધી ઉનાના સમ‌િઢયાળા ગામ ખાતે પીડિતનાં પરિવારજનોને મળ્યા હતા.

You might also like