ઓબામાને ચાદર, ટ્રંપને તાળા અને યૂપીને સપના બતાવે છે રાહુલ!

લખનઉઃ યૂપીમાં ચૂંટણી માહોલમાં રાહુલ ગાંધીના ભાષણના પડધા ચારે તરફ પડી રહ્યાં છે. રાહુલ ગાંધી આજકલ કારપેટ, ચાદર, ઘડિયાળ, તાળા અને દંતમંજનના સ્વપ્ના  યૂપી વાસીઓને મેડ ઇન ઇન્ડિયાના કોન્સેપ્ટ દ્વારા બતાવી રહ્યાં  છે.  રાહુલની  મેડ ઇન્ડ ઇન્ડિયાની આ વસ્તુઓના  ખરીદાર કોઇ નાની મોટી વ્યક્તિ નહીં પરંતુ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ઓબામા અને હાલના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ જેવા મોટા લોકો છે. બારાબંકીની રેલીમાં રાહુલે કહ્યું કે  હું ઇચ્છું છું કે એવો દિવસ આવે કે ઓબામા સાહેબ સવારે જ્યારે બ્રશ કરે અને પેપરમિંટની પેસ્ટ યુઝ કરે અને તેને ફેરવીને જોવો તો તેની પાછળ લખ્યું હોય મેડ ઇન બરાબંકી..

યૂપીમાં બારબંકીમાં બરાક ઓબામાને દંતમંજન વહેંચ્યા બાદ સીતાપુરમાં રાહુલએ તેમના રાજકિય શોપિંગ સ્ટોરમાં સફરજન અને કારપેટ વહેવાની વાત કરી હતી. રાહુલે કહ્યું કે,  હું એક એવો દિવસ જોવા માંગીશ કે જ્યારે હું ચીન જાઉં ત્યારે ત્યાંના લોકોના  ઘરે લહરપુરી કારપેટ જોઉં. તેઓ કહેકે યૂપીની એક જગ્યા લગરપુર, જ્યાંથી મેં તેની ખરીદી કરી છે. ચીનનો પૈસો લહરપુરના ઘરમાં આવે.

રાહુલ ગાંધી આજકાલ યૂપીમાં જ્યાં પણ ભાષણ આપે છે ત્યાં ભાષણના રાઇટ સ્ક્રિપ્ટમાં કોઇ એક સામાનનો ઉપયોગ કરે કે જે યૂપીમાં બને છે. અને આ  સામાનના ઉપયોગને તે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા કે પછી વર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ સાથે જોડી દે  છે. અલિગઠમાં રાહુલે કહ્યું કે હું એવો દિવસ જોવા માંગું છું કે જ્યારે ડોનાલ્ડ ટ્રંપ તેમના વ્હાઇટ હાઉસ પર તાળુ લગાવે અને જોવે કે બહુ જ સરસ છે. આ તાળુ ક્યાનું છે  તો જવાબ મળે અલીગઢનું તાળું છે મેડ ઇન ઇન્ડિયા! આટલું જ નહીં પરંતુ ગાઝિયાબાદની એક સભામાં રાહુલ ગાંધીએ બરાક ઓબામાના બેડ પર જે ચાદર પથરાય તે પણ ગાઝિયાબાદની હોવી જોઇએ તેમ જણાવ્યું હતું. હાલ રાહુલ તેમના પ્રચારમાં પીએમ મોદીની મેક ઇન ઇન્ડિયાની વિચારધારાને ટારર્ગેટ કરવા  સાથે  મેડ ઇન ઇન્ડિયાના ભાષણો આપી રહ્યાં છે.

http://sambhaavnews.com/

You might also like