આમીરનાં સમર્થનમાં ઉતર્યા રાહુલ : કહ્યું સરકારનું કામ માત્ર ધમકાવવાનું

નવી દિલ્હી : દેશમાં અસહિષ્ણુતા અંગે બોલિવુડ અભિનેતા આમીર ખાનની ટીપ્પણી બાદ તેનાં પર સતત ઘોસ વધી રહી છે. તો બીજી તરફ ઘણા ચર્ચિત લોકો તેનાં સમર્થનમાં પણ આગળ આવ્યા છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારે કહ્યું કે, સરકારે તેનાં પર સવાલ ઉઠાવનારા લોકોને ધમકાવવા જોઇએ. રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું કે સરકાર અને મોદીજી પર સવાલ ઉઠાવનારા લોકોને દેશદ્રોહી, રાષ્ટ્રવિરોધી ગણાવવાનાં બદલે સરકારે તેમને મળીને જાણવું જોઇે કે તેમની પરેશાનીનું કારણ શું છે ?
ભારતમાં સમસ્યાઓનું સમાધાન કાઢવા માટેનો આ જ એક રસ્તો નથી, ના કે ધમકીઓ અને ગાળો આપવાનો. આમિરે સોમવારે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે મને લાગે છે કે ગત્ત 6 મહિનામાં લકોમાં ડર અને અસુરક્ષાની ભાવના વધી છે. દેશનું સામાજિક પરિસ્થિતી યોગ્ય નથી. આ પ્રકારનાં વાતાવરણને જોતા એકવાર ફરી કિરણે મને દેશછોડવા માટેની વાત કરી હતી. તે આસપાસનાં વાતાવરણથી ચિંતીત હતી.
આમિરની ટીપ્પણીની સત્તાધારી ભાજપ દ્વારા પણ નિંદા કરવામાં આવીહ તી. જો કે આ અંગે સરકાર દ્વારા અધિકારીક રીતે કોઇ પ્રતિક્રિયા વ્યક્ત કરવામાં આવી નહોતી. કેન્દ્રીય મંત્રી નકવીએ કહ્યું કે સહિષ્ણુતા દેશનાં DNAમાં વણાયેલી છે. આમીરે ક્યાંય પણ જવાની જરૂર નથી.

You might also like