રાહુલ ગાંધી નવા વર્ષની ઉજવણી યુરોપમાં કરશે

નવી દિલ્હી: પહેલી વખત કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાની વિદેશ મુલાકાત અંગે જાહેર રૂપે જાણકારી આપી હતી. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે તે આગામી થોડાંક દિવસ યુરોપની મુલાકાતે રહેશે. રાહુલે ટ્વિટર મારફતે પોતાના વિદેશ પ્રવાસની માહિતી આપી હતી. ભૂતકાળમાં રાહુલના વિદેશ પ્રવાસોને લઇને ખૂબ અટકળો થઇ હતી અને વિપક્ષ આક્ષેપો કરતા હતા. રાહુલે પોતાના ટ્વિટમાં લખ્યું હતું, આગામી થોડાંક દિવસ હું યુરોપના પ્રવાસે છું. આપ સૌને નવા વર્ષની શુભેચ્છા.

રાહુલે જણાવ્યું આશા છે, આગામી વર્ષ તમારા અને તમારા પરિવારજન માટે ખુશી લઇને આવશે. રાહુલ ગાંધી આ અગાઉ પણ કેટલીક વખત નવા વર્ષ દરમ્યાન વિદેશમાં રહ્યા હતા. રાહુલની છેલ્લી બે વિદેશ યાત્રાની મિડિયામાં ખૂબ ચર્ચા રહી હતી. ગયા ફેબ્રુઆરીમાં તેઓ બે મહિનાની રજા પર હતાં. આ વર્ષે સપ્ટેમ્બરમાં તેઓ બે મહિનાની રજા પર હતા. આ વર્ષે સપ્ટેમ્બરમા એક સંમેલનમાં ભાગ લેવા માટે અમેરિકાના આસ્પેનની તેમની મુલાકાત પણ રાજકીય ચર્ચાનું કારણ રહી હતી.

You might also like