રાહુલ ગાંધી મંદસોરની મુલાકાતે, મૃતક ખેડૂતોના પરિવારને મળશે

ભોપાલ: મધ્યપ્રદેશના મંદસોર જિલ્લામાં 5 ખેડૂતોના મોત બાદ હિંસા અને તણાવ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં હિંસક ટોળાઓએ મંદસોર, દેવાસ, નીમચ, ધાર અને ઇન્દોર સહિત અનેક વિસ્તારોમાં લૂટફાટ, આગ તેમજ તોડફોડ સાથે પથ્થરમારો કર્યો છે. આ બધાની વચ્ચે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પોલિસ ફાયરિંગમાં મૃત્યુ પામનાર ખેડૂત પરિવારજનોને મુલાકાતે મંદસોર જવા રવાના થયા છે. ઉલ્લેખનીય છે આ અગાઉ એવી જાણકારી મળી હતી કે પ્રશાસન દ્વારા મંજૂરી ન મળતા રાહુલ ગાંધીએ મંદસોરની મુલાકાત રદ્દ કરી હતી. જો કે હજુ પણ પ્રશાસન દ્વારા મંજૂરી ન મળી હોવાથી રાહુલ ગાંધી ઉદેપુરના રસ્તે મધ્ય પ્રદેશમાં પ્રવેશ કરે તેવી શક્યતા છે. રાહુલ ગાંધી સાથે કોંગ્રેસના સાંસદ કમલનાથ તેમજ મોહન પ્રકાસ અને જેડીયુના નેતા શરદ યાદવ પણ મંદસોરની મુલાકાત લેશે.
http://sambhaavnews.com/

You might also like