રાહુલ ગાંધી આજથી ચૂંટણીલક્ષી કર્ણાટકની મુલાકાતે, સૌથી પહેલા મંદિરમાં કરશે પૂજા

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ચાર દિવસના ચૂંટણીલક્ષી કર્ણાટક પ્રવાસની શરૂઆત બેલ્લારીથી કરશે. રાહુલ ગાંધી કર્ણાટકમાં રાહુલ ગાંધી આ દરમિયાન અનેક મંદિરોમાં દર્શન કરશે. ઉલ્લેખનીય છે કે ગુજરાત ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધીએ ઘણા મંદિરોમાં દર્શન કર્યા હતા.

ભલે ગુજરાતમાં કોંગ્રેસને વિધાનસભામાં બહુમતિ ન મળી પરંતુ બેઠક ઘણી વધી હતી. આમ હવે કોંગ્રેસ ગુજરાતની જેમ દેશભરમાં હિન્દુત્વના મુદ્દાને અગ્રેસર કરી ચૂંટણી લડે તેમ જોવામાં આવી રહ્યું છે. જાણકારોનું એમ માનવું છે કે રાહુલ પોતાની સોફ્ટ હિન્દુનો ચહેરો હજુ પણ ચલાવા માગે છે જેને લઇને રાહુલ ગાંધી ધાર્મિક સ્થાનની મુલાકાત લે છે.

રાહુલ ગાંધી આજથી 13 ફેબ્રુઆરી સુધી હૈદરાબાદ-કર્ણાટકનો ચૂંટણી લક્ષી પ્રવાસ કરશે. પોતાના કર્ણાટક પ્રવાસમાં રાહુલ ગાંધી બેલ્લારી, કોપ્પલ, ગુલબર્ગા અને રાયચુર જશે. રાહુલ ગાંધી આજે એક સભાને સંબોધન પણ કરશે. સભાને સંબોધન બાદ રાહુલ ગાંધી હુલીગમ્મા મંદિર દર્શન કરવા જશે અને ત્યાંથી રાહુલ ગાંધી સિદ્ધેશ્વર મઠ જવાનો કાર્યક્રમ પણ છે.

ઉલ્લેખનીય છે રાહુલ ગાંધી જે મંદિરની મુલાકાતે જવાના છે ત્યાં લિંગાયત સમુદાયની સંખ્યા વધારે છે. કર્ણાટકમાં યોજાનાર આગામી ચૂંટણીમાં લિંગાયત સમાજના મત સત્તાની મુખ્ય ચાવી માનવામાં આવે છે.

You might also like