ગુજરાત સ્થાપના દિવસે ડેડિયાપાડા પહોંચશે રાહુલ

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસની તૈયારીઓ જોરશોરમાં ચાલી રહી છે. પાર્ટીના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાત દિવસના પ્રસંગે ગુજરાતમાં આવશે. મળતી માહિતી અનુસાર રાહુલ, ગુજરાતના ડેડિયાપાડા વિસ્તારમાં મોટી જનસભા સંબોધિત કરશે. એનું માનવમાં આવી રહ્યું છે કે રાહુલ આ દરમિયાન પાર્ટીના ચૂંટણી પ્રચાર માટે શંખનાદ કરી શકે છે.

સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો અનુસાર કોંગ્રેસના મોટા ચિંતન બાદ રાહુલેની આ મોટી રેલીનું આયોજનનો નિર્ણય કર્યો છે. એટલા માટે ગુજરાત કોંગ્રેસ રાહુલના સ્વાગતની તૈયારીઓ કરી રહી છે. આમ જોવા જઇએ તો આ વિસ્તાર આદિવાસીઓની જનસંખ્યાનો છે અને લાંબા સમયથી ગુજરાતમાં કોંગ્રેસની આદિવાસીઓ પર પકડ રહી છે.

જો કે ભાજપે કોંગ્રેસની આ વોટ બેંક પર પણ પ્રભુત્વ જમાવ્યું છે, એટલા માટે કોંગ્રેસ પૂરી તૈયારી સાથે પોતાના આ મતદાતાઓને મનાવવામાં વાગી છે. જણાવી દઇએ કે ડેડિયાપાડા સાથે નર્મદા, તાપી, દાહોદ, છોટા ઉદેપુર જેવા જિલ્લામાં મોટી સંખ્યામાં આદિવાસી રહે છે, જેની પર કોંગ્રેસ પોતાની નજર બનાવીને બેઠી છે.

જાણવા મળી રહ્યું છે કે રાહુલ આ મોટી રેલીને સંબોધિત કરવા ઉપરાંત અહીંના કેટલાક આદિવાસી પ્રતિનિધિઓ સાથે પણ મુલાકાત કરશે, સાથે એ પોતાની પાર્ટીઓનો ઉત્સાહ પણ વધારશે. હકીકતમાં થોડાક સમય પહેલા પીએમ મોદી ગુજરાતની બે દિવસની મુલાકાતે આવ્યા હતા અને ત્યાં તેમને ઘણી બધી યોજનાઓનું લોકાર્પણ કર્યું હતું અને જનતાને સરકારની ખુબીઓ ગણાવી હતી. ત્યારબાદ હવે રાહુલનું ગુજરાત આવવાનું સ્પષ્ટ થઇ ગયું છે કે બંને પાર્ટીઓએ ચૂંટણી માટે પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

http://sambhaavnews.com/

You might also like