5 ડિસેમ્બરથી રાહુલ ફરીથી ગુજરાતની મુલાકાતે, અધ્યક્ષ પદ માટે કાલે ભરશે નામાંકન

નવી દિલ્હી: કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ફરીથી પાર્ટી માટે પ્રચાર કરવા ગુજરાત આવશે. રાહુલ 5 અને 6 ડિસેમ્બરે કચ્છ, મોરબી અને સુરેન્દ્રનગરની મુલાકાત કરશે. ગુજરાત વિધાનસભા ચૂંટણીના કારણે રાહુલ લગભગ પૂરા રાજ્યમાં ચૂંટણી રેલીઓ, રોડ શો અને નુક્કડ સભાઓ કરી ચૂક્યો છે. પરંતુ ગુજરાત જતાં પહેલા 4 તારીખે એમને અધ્યક્ષ પદ માટે નામાંકન કરવાનું છે.

ગુજરાત ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને પાર્ટીની કમાન સોંપવાની પૂરી તૈયારી થઇ ગઇ છે. રાહુલ ગાંધી 4 ડિસેમ્બરે કોંગ્રેસ મુખ્યાલયમાં અધ્યક્ષ પદ માટે પોતાનું નામાંકન દાખલ કરશે.

યૂપીમાં કોંગ્રેસના સંગઠનાત્મક ચૂંટણીના પ્રદેશ ચૂંટણી અધિકારી અને ઉત્તરાખંડના પૂર્વ મંત્રી કિશોર ઉપાધ્યાયની સામે પ્રદેશ કોંગ્રેસ નેતા રામકૃષ્ણ દ્વિવેદીના નેતૃત્વમાં રાહુલના નામનું નામાંકન પ્રસ્તાવ પ્રસ્તુત કરવામાં આવ્યો. પ્રદેશ કોંગ્રેસ સભ્યોની પૂર્વમાં જ રાહુલ ગાંધીને અધ્યક્ષ બનાવવા સંબંધી પ્રસ્તાવને સર્વસંમતિથી પસાર કર્યો હતો.

કોંગ્રેસ ઉપાધ્યભ રાહુલ ગાંધીએ બુધવારે પણ ગુજરાતમાં પાર્ટી માટે પ્રચાર કર્યો હતો. એ દરમિયાન એમને રાજ્યના ગિર સોમનાથ જિલ્લામાં સ્થિત પ્રસિદ્ધ સોમનાથ મંદિરના દર્શન પણ કર્યા હતા.

You might also like