રાહુલ ગાંધીનાં અધ્યક્ષ બનવાની તારીખ ફાઇનલ, જાણો ક્યારે?

ન્યૂ દિલ્હીઃ રાજનીતિમાં દરેક બાબત પર નિર્ણય લેવાયા બાદ અનિશ્ચિતતા જળવાઇ રહેવાની પૂરી સંભાવના હોય છે. રાહુલ ગાંધીનાં અધ્યક્ષ બનવાથી લઇને પણ આ કહેવતનો ઇનકાર ના કરી શકાય.

ઉચ્ચ પદાધિકારી સૂત્રો અનુસાર મળી રહેલ જાણકારીનાં આધારે, પોતાની દાદી અને પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીનાં જન્મદિન 19 નવેમ્બર પર તેઓ કોંગ્રેસ અધ્યક્ષનું પદ સંભાળી શકે છે. રાહુલ ગાંધીનાં અધ્યક્ષ બનવાને લઇ શનિવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીનાં નિવાસ પર એક મહત્વની બેઠક યોજાઇ શકે છે. આ બેઠકમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવી, નવા અધ્યક્ષની તાજપોશી તથા વિરોધીઓની રાજનૈતિક ઘેરાવાની નીતિને ફગાવવા માટેનો એક રોડ-મેપ તૈયાર કરવામાં આવશે.

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પણ એવું ઇચ્છે છે કે રાહુલ ગાંધી મહત્વની ભૂમિકા નિભાવે. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનાં પુસ્તકનાં લોકાર્પણ બાદ પણ એમને આ પ્રકારનાં સંકેત આપ્યા હતાં.

આ જ બાબતને ધ્યાનમાં રાખીને શનિવાર અને રવિવાર (21, 22 ઓક્ટોમ્બર)નાં રોજ એમને કોંગ્રેસ પાર્ટીનાં વરિષ્ઠ નેતાઓ તથા પોતાનાં રણનીતિકારો સાથે ચર્ચા કરીને રૂપરેખા તૈયાર કરવાનો કાર્યક્રમ રાખ્યો છે.

આ સંપૂર્ણ રૂપરેખામાં કોંગ્રેસ અધ્યક્ષની સાથે પાર્ટીનાં વરિષ્ઠ નેતા એ કે એન્ટનીની ઘણી મહત્વપૂર્ણની ભૂમિકા હશે. સાથે પરદા પાછળ રહીને પ્રિયંકા ગાંધી વાડ્રાની પણ મહત્વની ભૂમિકા રહેશે.

You might also like