વિધાનસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી કર્ણાટકની બે દિવસીય મુલાકાતે

કોંગ્રસ અધ્યક્ષ રાહુલગાંધી કર્ણાટકમા યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઇને 26 અને 27 એપ્રિલના રોજ કર્ણાટકની મુલાકાત લેશે. આ દરમિયાન રાહુલ ગાંધી બે દિવસમાં કર્ણાટકમાં ચૂંટણીસભાઓને સંબોધશે. પાર્ટીના પદાધિકારીઓના જણાવ્યાઅનુસાર 27 એપ્રિલના રોજ મેંગ્લોરમાં રાજ્ય વિધાનસભા ચૂંટણીને લઇને ઘોષણાપત્ર જાહેર કરશે.

કોંગ્રેસના મીડિયા વિભાગે આપેલી જાણકારી મુજબ રાહુલ ગાંધી 26 એપ્રિલના રોજ કન્નડ જિલ્લાની મુલાકાત લેશે. જ્યારે 27 એપ્રિલના રોજ રાહુલ ગાંધી દક્ષિણી કન્નડ, કોડગૂ અને મૈસૂર જિલ્લાની મુલાકાત લેશે. કોડગૂ જિલ્લાના ગોનકોપ્પલમાં રાહુલ ગાંધી નુક્કડ સભાને સંબોધન કરશે. જ્યારે રાહુલ ગાંધી મૈસૂર ખાતે જનસભાને સંબોધન કરશે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ચૂંટણી પ્રચારના અભિયાનના ભાગરૂપે આજથી બે દિવસ માટે કર્ણાટકની મુલાકાતે છે. બે દિવસ દરમિયાન તેઓ દક્ષિણી કન્નડ, કોડગુ અને મૈસૂર જિલ્લાની મુલાકાત કરશે. આ મુલાકત દરમિયાન તેઓ કેટલીક સભાઓને સંબોધિત પણ કરશે.

રાહુલ ગાંધી આવતીકાલે કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીનું ઘોષણાપત્ર પણ જાહેર કરશે. કોંગ્રેસના મીડિયા વિભાગ મુજબ, આજે રાહુલ ગાંધી ઉત્તર કન્નડ જિલ્લામાં રહેશે. બપોરે 12.30 રાહુલ ગાંધી અકોલા સિટાં એક સભા સંબોધશે. એ બાદ તેઓ કુમટા વિસ્તારમાં એક કાર્યક્રમમાં હાજરી આપશે. બાદમાં સાંજે ચાર વાગે એક સભાને સંબોધશે.

You might also like