રાહુલ ગાંધીનું બંધારણ બચાવ અભિયાન, SC/ST મતદારોને આકર્ષવા પ્રયાસ

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજથી ‘સંવિધાન બચાવો’ અભિયાનની શરૂઆત કરશે. જેનો હેતુ સંવિધાન અને દલિત પર થઇ રહેલા હુમલાને રાષ્ટ્રીય સ્તર પર ઉઠાવવો. આવતા વર્ષે યોજાનારા લોકસભા ચૂંટણી પહેલા દલિત સમુદાયને પોતાના તરફ લાવવાના પ્રયાસ હેઠક કોંગ્રસ આ અભિયાનને મહત્વપૂર્ણ માની રહ્યું છે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજથી દિલ્લીમાં બંધારણ બચાવ ઝુંબેશ શરૂ કરવા જઈ રહ્યા છે. રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં તાલકટોરા સ્ટેડિયમમાં આ અભિયાન શરૂ કરવામાં આવશે. કોંગ્રેસનું આ અભિયાન દલિતો અને અનુસૂચિત જાતિના મતદારોને આકર્ષવાનું છે.

તેમાં પણ ખાસ કરીને યુવા ચહેરાઓને આકર્ષવાની કોંગ્રેસની પ્રયત્ન રહેશે. હાલમાં જ દેશભરમાં એસસી-એસટી એકટને લઈને દલિતો રસ્તા પર ઉતરી આવ્યા હતા. તો દલિત અત્યાચારના પણ અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. જેને કોંગ્રેસ પોતાનું હથિયાર બનાવી ભાજપની વિરોધમાં ખેલવા માગે છે. કોંગ્રેસના આ અભિયાનમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ સહિત દલિત યુવાઓ પણ જોડાય તેની શકયતા છે.

આ અબિયાનને આવતા વર્ષે સંવિધાનના નિર્માતા બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની જયંતી (14 એપ્રિલ) સુધી શરૂ રાખવામાં આવશે. અભિયાન સંબંધમાં કોંગ્રેસના એક નેતાએ નિવેદનમાં કહ્યું કે ભાજપની સરકારમાં સંવિધાન ખતરામાં છે.

You might also like