નરેંદ્ર મોદીના ગૃહ રાજ્યથી ચુંટણી 2019 અભિયાનનો પ્રારંભ કરશે કોંગ્રેસ!

નવી દિલ્હી: 2019ની લોકસભા ચૂંટણીનું બિગુલ વાગી ચુક્યું છે અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પોતાના ચૂંટણી અભિયાનની શરૂઆત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય એટલે કે ગુજરાતથી કરવા જઇ રહ્યા છે. રાહુલ ગાંધીનું આ અભિયાન 11 અને 15 જુલાઇએ રાજ્યની મુલાકાત સાથે જ શરૂ થઇ જશે.

રાહુલ ગાંધીએ ગત વર્ષે 2017માં વિધાનસભા ચૂંટણી દરમિયાન રાજ્યમાં ખૂબ જ યાત્રાઓ કરી હતી અને ચૂંટણીમાં પાર્ટી પ્રદર્શનમાં સુધારાની સાથે 77 સીટો પ્રાપ્ત થવાનો શ્રેય એણની આ યાત્રાઓને આપવામાં આવ્યો હતો.

રાહુલ ગાંધી સૌરાષ્ટ્રના જૂનાગઢ, રાજકોટ અને ભાવનગર જિલ્લામાં પ્રવાસ કરશે. આ વિસ્તારોમાં કોંગ્રેસને બે દશક બાદ સારું પ્રદર્શન કર્યું અને ગત વિધાનસભા ચૂંટણીમાં મોટાભાગની સીટો કોંગ્રેસને આ જ વિસ્તારોમાં મળી.

પાર્ટી સૂત્રોના હવાલા પરથી જાણવા મળ્યું છે કે રાહુલ ગાંધી રાજ્યમાં પાર્ટી નેતાઓની સાથે લાંબી બેંઠકો કર એમની સાથે ચર્ચા વિચારણા કરશે. રાહુલ ગાંધી ડિસ્મેબર સુધી રાજ્યના 3-4 પ્રવાસ કરી શકે છે.

જણાવી દઇએ કે કોંગ્રેસને 182 સભ્યતા ગુજરાત વિધાનસભામાં 2012માં માત્ર 54 સીટો મળી હતી જે 2017માં વધીને 77 સીટો થઇ ગઇ છે. જ્યારે લોકસભા સીટોની વાત કરીએ કો 2014માં મોજી લહેરે કોંગ્રેસને ઝીરો પર લાવી દીધી હતી અને કુલ 26 સીટો માંથી એક પર પણ કોંગ્રેસ જીતી શકી નહતી.

You might also like