ટૂંક સમયમાં રાહુલ ગાંધી બની શકે છે કોંગ્રેસ અધ્યક્ષ, પાર્ટીમાં થશે મોટા ફેરફાર

નવી દિલ્હી: રાહુલ ગાંધીને કોંગ્રેસ અધ્યક્ષ બનાવવાની અટકળો પર ટૂંક સમયમાં વિરામ લાગી શકે છે. આગામી કેટલાક અઠવાડિયામાં રાહુલ ગાંધીને પાર્ટીને કમાન સોંપવાનો નિર્ણય લેવામાં આવશે. તેમની તાજપોશી બાદ કોંગ્રેસમાં મોટા ફેરફારના સંકેત પણ છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી કેટલાક અઠવાડિયામાં રાહુલ ગાંધીને કોંગ્રેસને અધ્યક્ષ પદની કમાન સોંપવામાં આવશે. આ પહેલાં પાર્ટીમાં સંગઠન સ્તર પર મોટા ફેરફાર થશે અને યુવા ચહેરાઓને આગળ લાવવામાં આવશે.

કહેવામાં આવી રહ્યું છે કે રાહુલ ગાંધી અધ્યક્ષ બનાવ્યા બાદ ચિંતિન શિબિર કરશે. આ પહેલાં તે પાર્ટીમાં મહાસચિવ, સચિવ અને પ્રદેશ અધ્યક્ષોને બદલવાને લઇને નિર્ણય લેશે. રાહુલ ગાંધી હાલ આ પદો માટે અંતિમ નામોની યાદી પર કામ કરી રહ્યા છે.

સતત ચૂંટણી હારી રહેલી કોંગ્રેસમાં નેતૃત્વ બાદ ફેરફારની માંગ ઉઠી રહી છે. દિગ્વિજય સિંહ અને કમલનાથ જેવા વરિષ્ઠ નેતાએ પણ પાર્ટીમાં સર્જરીની જરૂરિયાત ગણાવી છે.

એક સમાચાર ચેનલના જણાવ્યા અનુસાર પાર્ટીએ આખરે રાહુલ ગાંધીની તાજપોશીનું મન બનાવી લીધું અને ટૂંક સમયમાં ઔપચારિક એલાન કરવામાં આવશે. રાહુલ ગાંધી પાર્ટીની કમાન સંભાળતા પહેલાં સંગઠનના સ્તર પર ફેરફાર કરવા માંગે છે. એટલા માટે તે સતત પદાધિકારીઓની યાદી પર કામ કરી રહ્યાં છે. બધા સ્તર પર સંગઠનમાં ફેરફાર બાદ ચિંતન શિબિર આયોજિત થશે અને તેમાં ભવિષ્યની રણનીતિ પર ચર્ચા થશે.

કેટલાક વરિષ્ઠ નેતાઓએ પહેલાં જ આ વાત પર વાંધો ઉઠાવ્યો છે કે પાર્ટીમાં એકમત નથી. રાહુલ ગાંધીના કેટલાક અંગત નેતાઓએ કહ્યું કે રાહુલ ગાંધીને પાર્ટીનું ભવિષ્ય નક્કી કરવું પડશે. પરંતુ તેમની પાસે અડધી તાકાત છે.

You might also like