ડ્રગ્સ વિરોધી રેલીના બહાને નવી છબિ બનાવવા જલંધર પહોંચ્યા રાહુલ

જલંધર: કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પંજાબમાં ડ્રગ્સ વિરોધી રેલીને સંબોધિત કરવા જઇ રહ્યાં છે. આ રેલી 2017માં યોજાનારી પંજાબ વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી યોજવામાં આવી છે. અને તેના માટે આજનો દિવસ પસંદ કરવામાં આવ્યો છે, કારણ કે આજે જ નરેન્દ્ર મોદી અલ્હાબાદથી રાષ્ટ્રને સંબોધિત કરવાના છે. ખાસવાત એ છે કે ડ્રગ્સ વિરોધી આ રેલીના બહાને રાહુલ કોંગ્રેસની નવી છબિ બનાવવા માટે પંજાબ પહોંચ્યા છે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે જો તેમની પાર્ટી પંજાબની ચૂંટણી બાદ સત્તામાં આવે છે તો તે ડ્રગ્સની સમસ્યાને એક મહિનામાં દૂર કરી દેશે. તેમણે રાજ્યમાં શાસિત ભાજપ-અકાલી દળ ગઠબંધન પર ગેરકાનૂની ધંધાને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો. જલંધરમાં એક રેલીને સંબોધિત કરતાં રાહુલ ગાંધીએ કહ્યું કે ‘અહીની સરકાર ડ્રગ્સ વ્યવસાયને પ્રોત્સાહન આપે છે કારણ કે તેનાથી તેમને ફાયદો થાય છે. જો અમે સત્તામાં આવીશું તો એક મહિનામાં આ સમસ્યાને દૂર કરી દઇશું. બસ તમારે પોલીસના હાથ ખોલી દેવા પઍશે. આ ફક્ત કોંગ્રેસ કરી શકે છે.

આ સાથે જ કોંગ્રેસ નેતાએ ઉડતા પંજાબ સાથે જોડાયેલા વિવાદ પર પણ ટીકા કરી અને કહ્યું કે પંજાબ ડ્રગ્સની ગંભીર સમસ્યા સામે ઝઝૂમી રહ્યું છે અને ફિલ્મને સેંસર કરવાથી વાત બનશે નહી. રાહુલ ગાંધીએ એ પણ કહ્યું કે રાજ્યમાં અકાળી દળનું ભાજપ સાથે ગઠબંધન છે અને તે માટે ભાજપ પણ પંજાબમાં પગ પેસારો કરતા ડ્રગ્સના વેપાર માટે બરાબરની જવાબદાર છે.

જો કે આપના નેતા ભગવંત માનનું કહેવું છે કે રાહુલ ગાંધી પંજાબમાં ડ્રગ્સના મુદ્દે બોલવાનો કોઇ નૈતિક અધિકાર નથી કારણ કે આ પહેલાં કોંગ્રેસ અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પણ આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં નિષ્ફળ રહ્યાં છે.

સંગરૂરથી આપના સાંસદે કહ્યુ6 કે ‘2012ની વિધાનસભાની ચૂંટણી દરમિયાન જ્યારે મુખ્ય ચૂંટણી કમિશનર એસ વાય કુરેશીએ પંજાબમાં ડ્રગ્સનાખતરાથી મનમોહન સિંહને માહિતગાર કરાવ્યા હતા ત્યારે તેમની તરફથી કોઇ પણ પ્રતિક્રિયા મળી ન હતી. તો અમરિંદર સિંહે અકાળી દળના નેતા બિક્રમ સિંહ મજેઠિયાની સાથે મળીને સીબીઆઇ તપાસનો વિરોધ કર્યો હતો. આગામી વર્ષે પંજાબમાં વિધાનસભાની ચૂંટણી યોજાવવાની છે.’

રાહુલ ગાંધીના ભાષણના મુખ્ય અંશ

– પંજાબમાં ડ્રગ્સ એક મોટી સમસ્યા છે, જેને સ્વયં અકાળી દળનું સંરક્ષણ પ્રાપ્ત છે.
– પંજાબ પોલીસ નબળી નથી, તે ઇચ્છે તો ડ્રગ્સ માફિયાઓને ઉખાડી ફેંકે પરંતુ સરકાર કરવા દેતી નથી.
– ઉડતા પંજાબ જેવી ફિલ્મો પર બેનનો મતલબ સ્પષ્ટ છે કે તમે સચ્ચાઇનો સામનો કરવા માંગતા નથી.
– ફિલ્મ જ્યારે સચ્ચાઇ બતાવે છે, તો સ્વયં રાજ્ય સરકાર તેનો વિરોધ કરતી નથી.
– જો ડ્ર્ગ્સથી છુટકારો મેળવવો હોય તો, પંજાબ પોલીસના હાથ ખોલવા પડશે.
– અહીં ડ્રગ્સની સાથે-સાથે કાનૂન વ્યવસ્થા અને બેરોજગારી પણ મોટી સમસ્યા છે.
– અમે પંજાબને પાટા પર પરત લાવવા માટે સંઘર્ષ કરીશું.
– ચાર વર્ષ પહેલાં જ્યારે મેં પંજાબમાં ડ્રગ્સને ખતમ કરવાની વાત કહી હતી, તો વિરોધીઓએ મારી મજાક ઉડાવી હતી.
– ફિલ્મ જ્યારે સચ્ચાઇ બતાવે છે, તો સ્વયં રાજ્ય સરકાર તેનો વિરોધ કરે છે.
– ઉડતા પંજાબ ફિલ્મ જે સચ્ચાઇને બતાવવા માંગે છે, તેનાથી જ તેને ફાયદો થઇ રહ્યો છે.
– સાચુ કહીએ તો ઉડતા પંજાબ પંજાબના કુશાસનની સચ્ચા રજૂ કરનારી ફિલ્મ છે.

You might also like