પીએમ મોદી કામ નહીં પણ માર્કેટિંગ સારું કરે છેઃ રાહુલ

મુંબઈઃ મહારાષ્ટ્ર કૉંગ્રેસમાં આંતરિક ઝગડો અને જુથબંધીને શાંત કરવા માટે પક્ષનાં ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજે બે દિવસનાં પ્રવાસે અહીં પહોંચ્યાં હતા. રાહુલે અહીં પહોંચી પક્ષનાં કાર્યકરો સાથે મુલાકાત કરી અને તેમને સંબોધ્યા પણ હતા.
રાહુલે કાર્યકરોને સંબોધતાં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર અને રાજયની દેવેન્દ્ર ફડણવીસ સરકાર; બંને પર પ્રહાર કર્યાં હતા.

રાહુલે વડાપ્રધાન મોદી પર નિશાન સાધતા કહ્યું હતું કે પીએમ મોદી માર્કેટિંગ બહુ સારૂ કરે છે અને તેઓ ભાષણો પણ સારા આપે છે, પણ કામનાં સમયે મોદી શાંત થઈ જાય છે.

રાહુલે કહ્યું કે મોદી સરકાર દેશનાં નબળા લોકોને ભુલી ગઈ છે. સરકારનું ધ્યાન માત્ર ચુનંદા કૉર્પોરેટ ઘરાનાઓ પર જ છે. રાહુલે મહારાષ્ટ્રની ભાજપશિવસેના યુતિ સરકાર ઉપર પ્રહાર કરતાં કહ્યું કે બંને પક્ષોની લોકપ્રિયતાનો ગ્રાફ ઝડપથી નીચે પડી રહ્યો છે.

આપ્રસંગે જાણીતા પાર્શ્વ ગાયક મર્હુમ મોહમ્મદ રફીનાં પુત્ર શાહિદ રફી રાહુલ ગાંધીની હાજરીમાં કૉંગ્રેસમાં જોડાઈ ગયાં હતા. રાહુલ ગાંધીએ શાહિદનું મંચ પર સ્વાગત કર્યું હતું.

You might also like