મોદીએ દેખાડી દીધું કે આ દેશની સામાન્ય જનતાનું કેટલું ધ્યાન રાખે છે: રાહુલ ગાંધી

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશમાં 500 અને 1000 રૂપિયાની નોટો બંધ કરવાની જાહેરાત પછી દેશમાં રાજનિતીક પ્રતિક્રિયા આવવાની શરૂ થઇ ગઇ. એ વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ નોટોનું ચલણ બંધ કરવાના નિર્ણયની ટીકા કરતાં કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેખાડી દીધું કે એ આ દેશની સામાન્ય જનતાનું કેટલું ધ્યાન રાખે છે. રાહુલે કહ્યું કે ખેડૂતો, નાના દુકાનદારો અને ગૃહિણીઓ માટે અત્યંત અસ્ત વ્યસ્ત કરવા વાળી સ્થિતિ પેદા થઇ ગઇ છે. સાચા આરોપી રિયલ એસ્ટેટ અથવા વિદેશામાં છુપાયેલા કાળા ધનની ચોંટીને બેઠા છે. રાહુલે પ્રધાનમંત્રીને પ્રશ્ન કરતાં કહ્યું કે 1000 રૂપિયાની નોટને 2000 લરૂપિયાની નોટમાં બદલવાથી જમાખોરીને ખૂબ કઠિન બનાવવા માટે કેવા પ્રકારની મદદ મળશે?

થો બીજી બાજુ દિગ્વિજય સિંહે મોદી સરકાર પર નિશાન સાધતાં ટ્વિટ કરતાં કહ્યું કે ‘ ચલો મોદીજીએ પહેલી વખત કીધેલું કર્યું. તેમણે કહ્યું હતું કે હવે તે વેપારીઓ ઉપર સર્જિકલ સ્ટ્રાઇક કરશે અને તેમણે કરીને દેખાડ્યું.

આ ઉપરાંત કોંગ્રેસી નેતા મનીષ તિવારીએ મોદી સરકારના આ નિર્ણયની ટીકા કરતાં કહ્યું કે આધુનિત જમાનાના તુગલકે ગરીબ માણસના પેટમાં ચપ્પુ મારી દીધું છે. આજના સમયમાં 1000 રૂપિયાની કિંમત 20 વર્ષ પહેલાના સો રૂપિયા જેટલી હતી. એવામાં આવો નિર્ણય પાગલ જેવો છે.

You might also like