આજે પણ માનું છું બાપૂની હત્યા પાછળ RSSના લોકો: રાહુલ ગાંધી

નવી દિલ્હી: કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું કે તે તેના નિવેદન પર કાયમ છે. જેમાં તેણે મહાત્મા ગાંધીની હત્યાને લઇને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના લોકોને જવાબદાર ગણાવ્યા છે.

રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું કે, ‘હું આરએસએસના ધૃણિત અને વિભાજનકારી એજન્ડા માટે હંમેશા લડતો રહીશ. હું મારા દરેક શબ્દ પર આજે પણ કાયમ છું.’ રાહુલ ગાંધીએ આ ટ્વિટ સાથે 2014માં મુંબઇના ભિવંડીમાં ભાષણનો નાનો વિડીયો પણ શેર કર્યો છે.

નોંધનીય છે કે રાહુલ ગાંધીનું આ ટ્વિટ એવા સમયે મૂકવામાં આવ્યું હતું જ્યારે બુધવારે સુપ્રીમ કોર્ટે પણ કહ્યું કે કોર્ટ એવું માને છે કે રાહુલે મહાત્મા ગાંધીની હત્યા માટે RSSની સંસ્થાને હત્યાર કહી નહતી, ફક્ત તેનાથી જોડાયેલા લોકોને કહ્યું હતું. કોર્ટે કહ્યું કે એવામાં RSS માટે માનહાનિ વાળી વાત લાગતી નથી. આ મુદ્દે આગળ સુનાવણી સુપ્રીમ કોર્ટમાં 1 સપ્ટેમ્બરે થશે. કોર્ટ એ જ દિવસે કેસ રદ કરવાનો આદેશ આપી શકે છે.


રાહુલ ગાંધીએ 2014માં લોકસભા ચૂંટણી દરમિયાન ભીંવડીમાં એક સભા દરમિયાન કહ્યું હતું કે, ‘આરએસએસના લોકોએ ગાંધીજીને ગોળી મારી અને આજે તે લોકા જ ગાંધીજીની વાતો કરે છે. સરદાર પટેલ કોંગ્રેસના નેતા હતાં. તેમણે આરએસએસ માટે સ્પષ્ટપણે લખ્યું જ છે અને આજે કોંગ્રેસ પાર્ટીના નેતાઓને કહે છે કે તે અમારા નેતા હતા.’

You might also like