રોજગાર આપવાની બાબતમાં મોદી સરકાર નિષ્ફળ: રાહુલ ગાંધી

નવી દિલ્હી: રાષ્ટ્રપતિના અભિભાષણની સાથે સંસદના બજેટ સત્રના પહેલા ચરણની મંગળવારે ઔપચારિક શરૂઆત થઇ ગઇ છે. સરાકરની સફળતાની ઉજવણી પર કોંગ્રેસ ઉપાધ્યાક્ષ રાહુલ ગાંધીએ પ્રહાર કર્યો. તેમણે કહ્યું કે કેન્દ્રની સરકાર આર્થિક સફળતાની વાત કરે છે. પરંતુ રોજગાર આપવામાં સરકાર નિષ્ફળ રહી છે.

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે છેલ્લા ચાર વર્ષના આંકડા પર નજર નાંખીએ તો એ સ્પષ્ટ છે કે કેન્દ્ર સરકારે રોજગાર વધારવાની દિશામાં કામ કર્યું નથી. તેમણે કહ્યું કે હવે જનતા કેટલાક જોરદાર કાર્યક્રમ ઇચ્છે છે. મોદી સરકારને બોધ આપતાં રાહુલે કહ્યું કે બોલવા કરતાં સારું રહેશે કો સરકાર યોજનાઓને જમીન પર ઉતારવાના પ્રયત્નો કરતી.

નોંધનીય છે કે બજેેટની રજૂઆત એક મહિના અગાઉ થઇ રહી છે અને બીજું સામાન્ય બજેટ સાથે રેલવે બજેટને પણ જોડી દેવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિનાં અભિભાષણ બાદ સરકાર દેશની અર્થવ્યવસ્થાની સ્થિતિ અને આગામી બજેટનો નિર્દેશ આપતો આર્થિક સર્વે રજૂ કરશે. રાષ્ટ્રપતિએ પોતાનું અભિભાષણ શરૂ કર્યું તે પહેલાં તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.

You might also like