પોતાની વિચારધારા અનુસાર આખો દેશ ચલાવવા ઇચ્છે છે મોદી : રાહુલ

નવી દિલ્હી : આસામ મુલાકાતનાં બીજા દિવસે આજે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ સિવાસાગરમાં એક રેલી સંબોધી હતી. આ દરમિયાન તેણે મોદી પર નિશાન સાધ્યું હતું. જેએનયૂ મુદ્દે બોલતા રાહુલ ગાંધીએ કહ્યું કેન્દ્ર સરકાર વિદ્યાર્થીઓનો અવાજ દબાવવા માંગે છે. સોમવારે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં થયેલી હિંસા અંગે રાહુલ ગાંધીએ કહ્યું કે પત્રકારો અને વિદ્યાર્થીઓ સાથે થયેલી ઘટના નિંદનીય છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષે આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકાર દેશની તમામ યૂનિવર્સિટીમાં આરએસએસ સમર્થક વાઇસ ચાન્સેલર લાવીને વિદ્યાર્થીઓને અવાજ દબાવવાનાં પ્રયાસો કરી રહી છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે મોદીજી કહે છે કે ખુબ જ મોંઘવારી છે. મોંઘવારી ઓછી કરીશ અને આજે દાળ 200 રૂપિયે કીલો છે. મોદીજી 15 લાખ રૂપિયાનો સૂટ પહેરે છે. રાહુલે કહ્યું કે મોદીજી તમારા બધા પર એક વિચારધારા નાખીને ઇતિહાસનો અંત લાવવા માંગે છે. રાહુલે કહ્યું કે કોંગ્રેસની વિચાર ધારા આવી કટ્ટર નથી. કોંગ્રેસની વિચારધારા તો હજારો વર્ષ જુની છે જે અસમનાં લોકોની વિચારધારા સાથે મળતી આવે છે.
રાહુલે કહ્યું કે તેણે 15 વર્ષ પહેલાનો તે દિવસ પણ યાદ છે જ્યારે આસામમાં ખુબ જ હિંસા થઇ હતી.જ્યારે લોકો અસમની વાત કરે છે ત્યારે અસમ કરતા તેની હિંસાને વધારે યાદ કરે છે. પરંતુ આજે અસમમાં અહિંસા અને શાંતિ છે. અસમનાં લોકો હવે કોઇ પ્રકારની અશાંતી ઇચ્છતા નથી. આ ખુબ જ શાંતિપ્રિય પ્રજા છે.

You might also like