રોહિતની આત્મહત્યા માટે બંડારૂ અને વીસી જવાબદાર : રાહુલ ગાંધી

નવી દિલ્હી : દલિત વિદ્યાર્થી રોહિતની આત્મહત્યા મુદ્દે તમામ રાજકીય પક્ષો પોતપોતાની રોટલીઓ શેકવા લાગ્યા છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી એચસીયુનાં વિદ્યાર્થીઓને મળવા માટે પહોંચ્યા હતા. રાહુલ ગાંધીએ હૈદરાબાદ યૂનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ વચ્ચે આ ઘટના માટે કેન્દ્રીય મંત્રી બંડારૂ દત્તાત્રેય અનેવીસીને સીધી રીતે જવાબદાર ઠેરવ્યા હતા. રાહુલે આ મુદ્દે તપાસ કરવાની અને તેનાં પર કડક કાર્યવાહીની માંગણી કરી હતી.

મંગળવારે બપોરે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંથી વિદ્યાર્થીઓનેમળવા માટે હૈદરાબાદ યુનિવર્સિટી પહોંચ્યા હતા. રાહુલ અહીં યૂનિવર્સિટી પરિસરમાં ધરણા કરી રહેલા વિદ્યાર્થીઓની સાથે નીચે જમીન પર બેસી ગયા હતા. તેણે મૃત વિદ્યાર્થી રોહિતનાં પરિવારજનો સાથે પણ મુલાકાત કરી હતી. વિદ્યાર્થીઓએ રાહુલની સામે પોતાની માંગણીઓ મુકી અને એક માંગણીપત્ર સોંપ્યો હતો.

વિદ્યાર્થીઓને સંબોધિત કરતા રાહુલે કહ્યું કે યૂનિવર્સિટીની ભાવના એવી હોય છે કે અહીં આવે અને પોતાના દિલની વાત કરી શકે. જો કે અહીં વિદ્યાર્થીઓનાં અવાજને દબાવવામાં આવે છે. દિલ્હીમાં બેઠેલા મંત્રીઓ અને વીસીએ નિષ્પક્ષતાથી કામ નથી કર્યું. રાહુલે કહ્યું કે મંત્રી,વીસી અને યૂનિવર્સિટી પ્રશાસને વિદ્યાર્થીઓની આત્મહત્યા માટે મજબુર કર્યો. વીસીએ પદ પર રહેવાનો કોઇ હક નથી. રોહિતનાં પરિવારને પુરૂ વળતર આપવું જોઇએ. તેમના બાળકનું મોત થયું છે. માટે તેનાં પરિવારને તે તમામ વસ્તુઓ મળવી જોઇએ જે તેણે તેનાં પરિવાર માટેવિચારી છે.

You might also like