રાહુલના વિમાનમાં ટેકનિકલ ખામી, કોંગ્રેસે કરી ફરિયાદ, PMએ ફોન પર કરી વાત

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના વિમાનના લેન્ડિંગનો મામલો જોર પકડી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. રાહુલ ગાંધીની ઓફિસ દ્વારા હુબલીના ગોકુલ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ કરવામાં આવી છે. કોંગ્રેસ પાર્ટીને આ મામલે કાંઇ શંકાસ્પદ લાગી રહ્યું છે.

આ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધી સાથે ફોન પર આ મામલે વાતચીત કરી હોવાનું જાણવા મળ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ચીનના પ્રવાસે છે ત્યારે પીએમએ ફલાઇટમાંથી જ રાહુલ ગાંધીને ફોન કરી અને તેમની સાથે વાતચીત કરી હતી. રાહુલ ગાંધીને દિલ્હી પરત લાવવા રાજધાનીથી મૈસૂર એક નવુ વિમાન મોકલવામાં આવ્યું.

આ સંબંધમાં રાહુલ ગાંધીની ટીમના સભ્યોએ વિમાન થયેલી ટેકનિકલ ખામીને લઇને કર્ણાટકના ડીજીપીને એક પત્ર લખ્યો છે. રાહુલ ગાંધી સહિત 4 અન્ય લોકોએ સાથે આ સ્પેશિયલ વિમાનમાં યાત્રા કરી રહેલા કૌશલ વિદ્યાર્થીએ કર્ણાટકના ડીજી અને આઇજીને પત્ર લખ્યો છે.

પત્રમાં ‘અનએક્સપ્લેનેડ ટેકનિકલ એરર’ એવું જણાવામાં આવ્યું છે. અને એમ પણ લખવામાં આવ્યું છે કે વિમાનની લેન્ડિંગ સમેય બધુ બરાબર નહોતું. પોલીસ વિમાનના બંને પાઇલોટની પુછપરછ કરી રહ્યાં છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી બે દિવસના કર્ણાટકની મુલાકાતે પહોંચ્યા છે. રાહુલ ગાંધીની ઓફિસ દ્વારા ભલામણ કરવામાં આવી છે કે જ્યાં સુધી તપાસ ન પુરી થાય ત્યાં સુધી તે વિમાનને ઉડવાની મંજૂરી આપવામાં આવે નહીં.

You might also like