રાહુલ ગાંધી દ્વારા ઇફતાર પાર્ટીનું આયોજન, શું જોવા મળશે વિપક્ષમાં ફરી એકજૂટતા?

રાહુલ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ બન્યા બાદ 2015 બાદ કોંગ્રેસ દ્વારા ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ઇફતાર પાર્ટીનો મુખ્ય હેતુ વિપક્ષને એકજૂટ કરવાનો છે. દેશની NDA સરકાર વિરુધ્ધ મહાગઠબંધન કરવાનો છે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે ઈફ્તાર પાર્ટીનું આયોજન કર્યું છે. કોંગ્રેસની આ ઈફ્તાર પાર્ટીમાં કોંગ્રેસના નેતા સિવાય વિપક્ષી નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. રાહુલ ગાંધી વિપક્ષી પાર્ટીઓને એકમંચ પર લાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. કોંગ્રેસે છેલ્લે 2015માં ઈફ્તાર પાર્ટી આપી હતી.

આમ હવે રાહુલ ગાંધી અધ્યક્ષ બન્યા બાદ ફરી એકવાર ઈફ્તાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઈફ્તાર પાર્ટીની જવાબદારી પાર્ટીના લઘુમતિ નેતાઓને સોંપવામાં આવી છે. આ આયોજન હોટલ તાજ પેલેસમાં રાખવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે 2019 લોકસભાની ચૂંટણી પહેલા રાષ્ટ્રવ્યાપી સ્તરે NDA સામે મહાગઠબંધનની કવાયત ચાલી રહી છે.

આમ વિરોધ પક્ષને મજબૂત કરવા માટે ખાસ આ ઈફ્તાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. આ પાર્ટીમાં કર્ણાટકના મુખ્યમંત્રી એચ.ડી. કુમારસ્વામી, જેડીએસ અધ્યક્ષ એચ.ડી. દેવગૌડા સામેલ થશે. આ ઉપરાંત યુપીના બે મોટા નેતા અખિલેશ યાદવ અને માયાવતી પણ ઈફ્તાર પાર્ટીમાં પહોંચી તેવી શક્યતા જોવામાં આવી રહી છે.

જ્યારે આ ઇફતાર પાર્ટીને લઇને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત મુલાયમસિંહ યાદવ, શરદ યાદવ, શરદ પવાર, સીતારામ યેચૂરી, તેજસ્વી યાદવ પણ સામેલ થઈ શકે છે. આ પૂર્વે અહેવાલ આવ્યા હતા કે પાર્ટીમાં રાહુલ ગાંધીએ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને આમંત્રણ આપ્યું નથી.

જોકે બાદમાં કોંગ્રેસે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને આમંત્રણ આપ્યું હતું. જેને પ્રણવ મુખર્જીએ સ્વીકારી પણ લીધું છે અને તે પણ કોંગ્રેસની ઈફ્તાર પાર્ટીમાં ભાગ લેશે. ત્યારે જોવું એ રહ્યું કે રાહુલ ગાંધી વિપક્ષી પાર્ટીઓમાં એકતા બનાવવામાં કેટલા સફળ રહે છે.

divyesh

Recent Posts

2019માં અમેરિકન ફેડ રિઝર્વ વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરે

(એજન્સી)લોસ એન્જલ્સ: અમેરિકન ફેડ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે એવી જાહેરાત કરી છે કે વર્તમાન સ્થિતિને ધ્યાને લેતા નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં…

2 mins ago

કાલથી IPLનો નોનસ્ટોપ રોમાંચ શરૂઃ આ યોદ્ધા રણશિંગું ફૂંકશે

ચેન્નઈ: તાજેતરમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ટી-૨૦ અને વન ડે શ્રેણીની સાથે ભારતીય ક્રિકેટ સિઝનનું સમાપન થઈ ગયું. હવે…

4 mins ago

જમીનના કેસમાં ચેડાં કરી બેંચ ક્લાર્કે બોગસ નોટિસ ઇશ્યૂ કરી

શહેરની મીરજાપુર ખાતે આવેલા ગ્રામ્ય કોર્ટમાં ચાલતા દીવાની દાવાના એક કેસમાં કોર્ટમાં થતી રોજ કામના શેડ્યૂલમાં ખોટો રેકોર્ડ ઊભાે કરીને…

1 hour ago

કોંગ્રેસના વધુ છ બેઠકના ઉમેદવાર આજે જાહેર થવાની શક્યતા

કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા રાજ્યમાં લોકસભાની ર૬ બેઠક પૈકી ગત તા.૮ માર્ચે ચાર બેઠકના ઉમેદવારનાં નામની સત્તાવાર જાહેરાત કરાઇ હતી. ત્યાર…

2 hours ago

ગાંધીનગર : અમિત શાહ ઈન, લાલકૃષ્ણ અડવાણી આઉટ

ભાજપના વયોવૃદ્ધ નેતા લાલકૃષ્ણ અડવાણીની ગાંધીનગરની બેઠક પરથી અમિત શાહને ચૂંટણી જંગમાં ઉતારીને ભાજપે એક કાંકરે અનેક પક્ષી મારવાનો નિર્ણય…

2 hours ago

ભાજપને શિખર ઉપર પહોંચાડનારા અડવાણીનો રાજકીય ‘સૂર્યાસ્ત’

અમદાવાદ: ભાજપે ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહનું નામ જાહેર કરતા એક તરફ ગુજરાત ભાજપમાં ઉત્સાહનું…

2 hours ago