NTPC દૂર્ઘટના: રાહુલ ગાંધી રાયબરેલીની મુલાકાતે

હાલમાં કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી મિશન ગુજરાત પ્રવાસે છે. પરંતુ ગઇકાલે રાયબરેલીનાં એનટીપીસી પ્લાન્ટમાં બોઇલર ફાટતાં 20થી વધારે લોકોનાં મોતની ખબર સાંભળતાં રાહુલ ગાંધીએ ગુજરાતનો પ્રવાસની જગ્યાએ આજે બહેન પ્રિયંકા વાડ્રા સાથે રાયબરેલીની મુલાકાતે છે. રાહુલ ગાંધી ત્યાં મૃતકોના પરિવારજનોને તેમજ ઘાયલોને મળશે. રાહુલ ગાંધીએ સુરતથી લખનઉ રવાના થયા પહેલા કહ્યું કે આજે તેઓ રાયબરેલી જશે. જ્યાં નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન (એનટીપીસી) પ્લાન્ટમાં સર્જાયેલ દૂર્ઘટનામાં ઘાયલ તેમજ મૃતકોના પરિવારજનો ને મળશે તેમજ તેમના દુઃખમાં સહભાગી બનશે.

રાહુલ ગાંધી ચાર્ટડ પ્લેન દ્વારા રાયબરેલી પહોંચવાના હતા પરંતુ હવે લખનઉથી રોડ દ્વારા રાયબરેલી પહોંચશે. રાહુલની સાથે પ્રિયંકા વાડ્રા અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ રાજ બબ્બર સાથે રહેશે. આ પહેલા કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ દૂર્ઘટના પર દૂઃખ વ્યક્ત કર્યું હતું. સોનિયા ગાંધી પોતાની નાદૂરસ્ત તબિયતને કારણે રાયબરેલી નહીં જાય.

You might also like