રાહુલનાં પારણા : રોહિત સાથે તે જ થયું જે ગાંધીજી સાથે થયુ હતુ

નવી દિલ્હી : રોહિત વેમુલાનાં જન્મદિવસ પ્રસંગે હૈદરાબાદ યૂનિવર્સિટીનાં વિદ્યાર્થીઓ દ્વારા ભુખહડતાળ હવે પુરી થઇ ચુકી છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અને રોહિતની માંએ જ્યુસ પીને પારણા કર્યા છે. અત્રે નોંધનીય છે કે આ ધરણામાં ભાગ લેા માટે એફટીઆઇઆઇનાં વિદ્યાર્થીઓ પણ આવી પહોંચ્યા હતા. તો બીજી તરફ હૈદરાબાદ યૂનિવર્સિટીની બહાર પ્રદર્શન કરનારા તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ કમિટીનાં સભ્યોની પોલીસે અટકાયત કરી છે.
શુક્રવારે મોડી રાત્રે કોંગ્રેસ ઉપાધ્યક્ષે આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે લગભગ બે કલાક વિતાવ્યા હતા. તેમણે લગભગ 2000 વિદ્યાર્થીઓની સાથે દલિત વિદ્યાર્થી રોહિતનાં જન્મદિવસ પ્રસંગે મીણબત્તીઓ સળગાવી હતી. શનિવારે સવારે રાહુલ ગાંધઈ ઉપવાસ સ્થળ પર પરત ફર્યા હતા અને આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓની સાથે જોડાઇ ગયા હતા. એનએસયૂઆઇ અધ્યક્ષે કહ્યું હતું કે રાહુલ ગાંધઈ પણ ઉપવાસ પર બેઠેલા છે. બીજી વાર પરત ફરતા પહેલારાહુલે ટ્વીટ કર્યું હતું કે આજે હું રોહિતનાં મિત્રો અને પરિવારની અપીલને પગલે આવ્યો છું. જેથી તેઓનાં દ્વારા લડાઇ રહેલી લડાઇમાંતેમની સાથે ઉભો રહી શકું.

You might also like