આ પ્રદેશને નહીં ચલાવી શકે નાગપુરની વિચારધારા: રાહુલ ગાંધી

મંગળવારે મણિપુરમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ઇસ્ટ ઇમ્ફાલમાં રેલીને સંબોધિત કરી હતી. રાહુલે રેલીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર જારદાર પ્રહારો કર્યા, રાહુલે કહ્યું કે પીએમએ 2014માં દિલ્હ વાલે દુલ્હનિયા લે જાયેગે ફિલ્મ દેખાડી અને બાદમાં ગબ્બર સિંહ નિકળ્યા. મણિપુરમાં 4 અને 8 માર્ચે મતદાન થશે.

ઇમ્ફાલમાં બોલ્યા રાહુલ ગાંધી:

– મણિપુરના લોકોએ દુનિયાને ઘણું બધું આપ્યું, અહીંના લોકો નેચરની ઇજ્જત કરે છે.

– અમેરિકામાં પણ મેડ ઇન મણિપુરની સાલ વેચાય.

– યુવાનોને શોધી શોઘીને સહાયતા કરીશું.

– પીએમએ સ્પોર્ટ્સ યુનિવર્સિટીનો વચન નિભાવ્યું નથી.

– પીએમ વાતો ખૂબ મોટી મોટી કરે છે, 3 વર્ષથી નેશનલ હાઇવે તૈયાર થયો નથી, 100 દિવસની વાત થઇ હતી.

– મણિપુરમાં પ્રીપેડ ઇલેક્ટ્રસિટીનું મોડલ છે, પૂરી દુનિયામાં એના વખાણ થયા એના કારણે પીએમ મોદીના મગજમાં કન્ફ્યૂઝન આવી ગયું.

– થોડાક મહિના પહેલા સોનિયા જીએ મને ફોન પર કહ્યું હતું કે પીએમ મોદીએ પહેલી વખત મને ફોન કર્યો અને કહ્યું કે મેં ઐતિહાસિક કામ કર્યું છે.

– પરંતુ આ બાબતે રાજ્યના મુખ્યમંત્રીને જણાવ્યું નહતું. પીએમ મોદીના મંત્રીઓને પણ આ વાતની જાણ નહતી. પરંતુ કોઇને પણ આ નિર્ણયની જાણ નહતી.

– એક દિવસ એવો વિચાર આવ્યો અને 500-1000ની નોટ બંધ કરી દીધું અને હસી કાઢ્યું હા હા હા …

– સોના, સ્વિસ બેંકની પાછળ ના ગયા પણ સામાન્ય જનતાને લાઇનમાં ઊભા કરી દીધા. બેંકની બહાર લાઇનોમાં કોઇ પૈસાદાર ઊભેલો નહતો.

– 22 નવેમ્બર 2014એ સહારા પર રેડ પડી, ઇન્કમ ટેક્સના કાગળોમાં આવેલી એન્ટ્રીમાં 30 ઓક્ટોબરે 2 કરોડ રૂપિયા આપ્યા.

– ત્યારબાદ બીરલાના કાગળો પર પણ સીએમનું નામ આવ્યું, અને પીએમ મોદી ઇબોબી સિંહ પર પ્રશ્નો ઉઠાવે છે. પરંતુ એમની વિરુદ્ધ એક પણ સબૂત મળ્યા નહીં.

– 15 લાખ રૂપિયા, સ્પોર્ટ્સ યૂનિવર્સિટીની વાત કરી પરંતુ કંઇ મળ્યું નહીં, જ્યાં પણ જાય છે નફરત ફેલાવે છે પીએમ મોદી, ખોટા વચન આપે છે.

– હું ઇચ્છું છું કે આવનારા સમયમાં ઓલમ્પિકમાં મણિપુર 5 મેડલ લાવે.

– આ પ્રદેશને નાગપુરની વિચારધારા નહીં ચલાવી શકે, અહીંયા મણિપુરની વિચારધારા જ ચાલશે.

– પીએમ હવે ફરી અહીં આવે ત્યારે એમને એવો પ્રશ્ન પૂછજો કે મણિપુર માટે શું કર્યું.

home

You might also like