હું 15 મિનીટ સંસદમાં બોલીશ તો PM મોદી ઉભા રહી શકશે નહીં: રાહુલ ગાંધી

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાનું સાધ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમ મોદી, નીરવ મોદીને નીરવ કહીને બોલાવે છે. મેહુલ ચોકસીને મેહુલ ભાઇ કહીને બોલાવે છે. સરકારને જનતાના પૈસા નીરવના પોકેટમાં નાંખી દીધા છે.

નીરવ મોદી 30 હજાર કરોડ લઇને ભાગી ગયા પરંતુ પીએમ મોદી તેમના વિશે એકપણ શબ્દ બોલ્યાં નહીં. રાહુલ ગાંધીએ કહ્યું નીરવ અને મેહુલ ચોકસી સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સારા સંબંધ છે. માત્રને માત્ર આ લોકોના જ સારા દિવસો આવ્યા. રાહુલ ગાંધીએ પીએમ મોદી પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે પીએમ મોદીએ બેન્કિગ સીસ્ટમને બરબાદ કરી દીધી.

ડૂતો અને શ્રમિકો માટે ખરાબ દિવસો આવી ગયા. લોકો બીજી વખત પૈસા માટે લાઇનમાં ઉભા રહેલા જોવા મળી રહ્યાં છે.
રાહુલે કહ્યું કે પીએમ મોદી સંસદમાં ઉભા થવાથી ડરે છે. જો મને 15 મિનીટ નિવેદન આપવા માટે છૂટ મળે તો પીએમ મોદી સંસદમાં ઉભા રહી શકશે નહીં. પછી તે રાફેલ મામલો હોય કે નીરવ મોદીનો મામલો હોય. રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાંધતા ટ્વિટર એક કવિતા શેર કરી.

You might also like