VIDEO: “મારે ધર્મનું સર્ટિફીકેટ આપવાની કોઇ જરૂર નથી”: રાહુલ ગાંધી

ગુજરાતઃ સોમનાથ મંદિરની વિઝીટર બુકમાં રજિસ્ટ્રેશન કરવા મામલે રાહુલ ગાંધીએ બીજેપી પર સીધો હુમલો કરતા નિવેદન આપ્યું છે. ગુજરાતનાં અમરેલીમાં જનસભાને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું કે એમને સોમનાથની રજિસ્ટ્રેશન બુકમાં સાઇન કરી હતી પરંતુ બીજી બુકમાં બીજેપીનાં લોકોએ એમની સાઇન કરી હતી.

બીજેપી પર વળતો પ્રહાર કરતા રાહુલે જણાવ્યું કે,” અમે ધર્મની ક્યારેય દલાલી નથી કરતા. મારી દાદી અને મારો પરિવાર શિવભક્ત છે. અમે ધર્મનો ઉપયોગ ક્યારેય રાજનૈતિક ફાયદા માટે નથી કરતાં.” કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ જણાવ્યું કે ધર્મ એ અંગત મામલો છે.

અમે ક્યારેય ધર્મનો વેપાર નથી કરતાં. એમણે વધુમાં એમ પણ જણાવ્યું કે,”સોમનાથ મંદિરની એક બુકમાં મેં રજિસ્ટ્રેશન જરૂરથી કર્યું હતું પરંતુ બીજી રજિસ્ટ્રેશન બુકમાં બીજેપીનાં લોકોએ સાઇન કરી હતી.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ચૂંટણીપ્રચાર દરમિયાન 29મી નવેમ્બરે રાહુલ ગાંધીએ સોમનાથ મંદિરની મુલાકાત લીધી હતી. જેમાં તેમણે બિનહિંદુ તરીકે સોમનાથ મંદિરનાં રજિસ્ટરમાં એન્ટ્રી કરી હોવાની ચર્ચાએ ઘણું જોર પડક્યું હતું. અને આ વિવાદ દેશભરમાં ઘણો ચર્ચાસ્પદ બની ગયો હતો તેમજ ધર્મને લઇ પણ આ વિવાદ ઘણો વધારે વકર્યો હતો.

કહેવાય છે કે સોમનાથ મંદિરનાં ટ્રસ્ટનાં નિયમ મુજબ જો કોઇ બિનહિંદુ વ્યક્તિએ સોમનાથ મંદિરમાં પ્રવેશ કર્યો તો તેને પહેલાં મંદિરનાં જનરલ મેનેજરની ઓફિસમાં એન્ટ્રી કરાવવી ફરજિયાત છે. ત્યાંનાં ટ્રસ્ટી સેક્રેટરી પી.કે. લહેરીનું એમ કહેવું છે કે, “જો કોઈ અન્ય સમુદાયની વ્યક્તિ એટલે કે બિનહિંદુ વ્યક્તિ મંદિરમાં પ્રવેશવા માગતી હોય તે તેને રજિસ્ટરમાં ફરજિયાતપણે એન્ટ્રી કરીને જ પ્રવેશ લેવો પડતો હોય છે.”

You might also like