એક નેતામાં હોવી જોઇએ તેવી ગંભીરતા રાહુલ ગાંધીમાં નહી : રહાણે

નવી દિલ્હી : વિશ્વજીત રહાણે ગોવામાં કોંગ્રેસ છોડીને ભાજપ સાથે જોડાઇ ચુક્યા છે. જો કે તેમણે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર તેમનામાં નેતામાં હોવી જોઇએ તેવી ગંભીરતા નહી હોવાનો આરોપ લગાવ્યો હતો. રહાણેનું કહેવું છે તેમનાં નેતૃત્વમાં વર્ષ 2019માં યોજાનાર લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ માત્ર વીસ સીટો પર જ રહી જશે. તેમણે આરોપ લગાવ્યો કો રાહુલ ગાંધી રાજ્યની જનતા અને તેમના દ્વારા અપાયેલ જનમતનાં મુદ્દે ગંભીર નથી.

વિધાનસભા ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી હોવા છતા પણ તે રાજ્યમાં સરકાર બનાવવા મુદ્દે ગંભીર નહોતા. રહાણેએ કહ્યું કે તેમના સુધી પહોંચવું પણ સરળ નથી. ઉપરાંત કોઇ પણ નેતાની ઓળખ હોય છે જે રાહુલ ગાંધી સાથે પુરી રીતે અયોગ્ય છે. કોઇ પણ પાર્ટીને આગળ વધારવા માટે તેનાં ઉછ્ચ નેતાઓનું ગંભીર હોવું ખુબ જ જરૂરી હોય છે.

રહાણેનો આરોપ હતો કે રાહુલ ગાંધી એક એવા ધારાસભ્યો છે જેમણે ક્યારે પણ પાર્ટીની કોઇ બેઠકમાં ભાગ નહોતો લીધો. તેને વિપક્ષનાં નેતા બનાવે છે અને 11 વાર જીતનારા એખ ધારાસભ્ય સામાન્ય ધારાસભ્યની જેમ કામ કરે છે. એવા ધારાસભ્યોનું આ અપમાન છે. રહાણેએ કહ્યું કે જો રાહુલ ગાંધી આ પ્રકારે કહ્યું કે જો રાહુલ ગાંધી આ પ્રકારે કામ કરતા રહ્યા તો તે દિવસ દુર નથી જ્યારે આગામી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ માત્ર 20 સીટો પર જ સીમીત રઇ જશે.

રાણેએ કહ્યું કે તેમણે હાલનાં સમયમાં કોઇ એવા નેતા નથી જોવા મળી રહ્યો જે કોંગ્રેસની પરિસ્થિતી સુધારી શકે. આવનારા દસ વર્ષોમાં કોંગ્રેસનું ભવિષ્ય નથી જોવા મળી રહ્યું. તેમનું કહેવું છે કે જ્યારે રાજ્યમાં રાહુલ ગાંધી સૌથી વધારે જરૂર હતી તે સમયે ગાંધી વિદેશ જતા રહ્યા હતા. રાહુલ ગાંધી સાથે રાણેએ કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહની પણ ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું કે દિગ્વિજયસિંહ કોંગ્રેસને બરબાદ કરાવી રહ્યા છે.

You might also like