લોકો લાઇનમાં મરી રહ્યા છે અને મોદી મગરના આંસુઓ વહાવી રહ્યા છે: રાહુલ ગાંધી

નવી દિલ્હી : નોટબંધી મુદ્દે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારે વડાપ્રધાન મોદીનાં ભાવુક થવા અંગે કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું કે જ્યારે આપણે લોકસભામાં બોલીશું ત્યારે તેઓ વધારે ભાવુંક થઇ જશે. તેમણે કહ્યું કે, હાલમાં વડાપ્રધાને સંસદમાં આવવાની જરૂર જ ક્યાં છે તેઓ તો હાલ અલગ જ લેવલ પર છે. તેઓ હવે પોતાના મંત્રીઓ સાથે સંવાદ કરવામાં નથી માનતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ભાજપ સંસદીય દળની બેઠકને સંબોધિત કરી અને તે દરમિયાન તેઓ ભાવુક થઇ ગયા હતા. એટલું જ નહી રાહુલે વડાપ્રધાન પર નિશાન સાધતા કહ્યું કે જો પીએમ ટીવી પર, પોપ કોન્સટ્રમાં બોલી શકે છે તો પછી નોટબંધી અંગે રાજ્યસભામાં બોલવામાં શુ સમસ્યા પડી રહી છે.

અગાઉ રાહુલ ગાંધીને પણ એટીએમ મશીનોની મુલાકાત લેવા પહોંચ્યા હતા. તેમણે આ દરમિયાન નવી નોટો માટે લાઇનમાં ઉભેલા લોકો સાથે તેમની પરેશાનીઓ અંગે ચર્ચા કરી હતી.તેમણે કહ્યું હતું કે લોકો લાઇનમાં ઉભા રહીને પોતાનો જીવ ખોઇ રહ્યા છે. તેમણે વડાપ્રધાન મોદીના આંસુને મગરનાં આંસુ ગણાવ્યા હતા.

visit: sambhaavnews.com

You might also like