મંડી રેલીમાં રાહુલ ગાંધીનો PM મોદી પર વાર

હિમાચલ વિધાનસભાની ચૂંટણીને લઇને રાહુલ ગાંધી રાજ્યની મુલાકાતે છે. આજરોજ રાહુલ ગાંધીએ હિમાચલની નાની કાશી મંડીમાં લોકોને સંબોધન કર્યું. રાહુલ ગાંધીએ મંડી ખાતેની રેલીમાં કેન્દ્રની મોદી સરકાર પર હલ્લાબોલ કર્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું કે ગુજરાતના ઇકોનોમિક મોડલ મોટા-મોટા વેપારીઓનું મોડલ છે. ગુજરાતમાં 30 લાખ યુવાઓની રોજગારી છિનવી લેવામાં આવી છે. મંડી ખાતેના સંબોધનમાં રાહુલ ગાંધીએ મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું દેશમાં આજે સૌથી મોટી સમસ્યા બેરોજગારીની છે. ગુજરાત સરકાર બેરોજગારી ભથ્થુ આપતી નથી. હિમાચલ સરકાર 1000 રૂપિયાનું બેરોજગારી ભથ્થુ આપે છે.

You might also like