કઠુઆ-ઉન્નાવ રેપ કેસ: અડધી રાતે રાહુલ ગાંધીએ કર્યું કેન્ડલ માર્ચ

જમ્મુ-કાશ્મીરના કઠુઆ તેમજ યુપીના ઉન્નાવ રેપ કેસ મામલે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગતરાત્રીએ દિલ્હી પ્રદેશ કોંગ્રેસ કમિટીની ઓફિસથી ઇન્ડિયા ગેટ સુધી કેન્ડલ માર્યનું આયોજન કર્યું હતું. આ કેન્ડલ માર્ચામં કોંગ્રેસ ઘણા નેતાઓ સહિત અનેક લોકો જોડાયા હતા.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા કઠુઆ અને ઉન્નાવ રેપ કેસના વિરોધમાં આ કેન્ડલ માર્ચનું આયોજન હાથ ધરાયું હતું. ઇન્ડિયા ગેટ સુધી યોજાયેલી આ કેન્ડલ માર્ચમાં રાહુલ ગાંધીની સાથે તેની બહેન પ્રિયંકા અને રોબર્ટ વાડરા સહિત કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ જોડાયા હતા.

જમ્મુ-કાશ્મીરના કઠુઆ અને ઉત્તર પ્રદેશના ઉન્નાવ રેપ બે અલગ-અલગ ઘટનાઓ વિરુધ્ધ કોંગ્રેસ દ્વારા ગુરુવારે રાત્રે દિલ્હીના ઇન્ડિયા ગેટની આસપાસ એક કેન્ડલ માર્ચ યોજી હતી. રેપની ઘટનાઓના વિરોધમાં દિલ્હીના માનસિંહ રોડથી ઇન્ડિયા ગેટ સુધી નિકાળવામાં આવેલી આ કેન્ડલ માર્ચમાં કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ રાહુલગાંધી, પાર્ટીના વરિષ્ઠ નેતા પ્રિયંકા ગાંધી સહિત તમામ દિગ્ગજ નેતાઓ સામેલ થયા હતા.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતે આ કેન્ડલ માર્ચમાં લોકોને જોડવા આમંત્રણ આપ્યું હતું. રાહુલ ગાંધીની અપીલ બાદ કોંગ્રેસ કમિટિના તમામ નેતા સહિત હજારો લોકો આ કેન્ડલ માર્ચમાં જોડાયા હતા.

You might also like