પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની પુણ્યતિથી પર કોંગ્રેસે રેલી કાઢી

નવી દિલ્હી: દેશ સોમવારે પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંઘીને યાદ કરી રહ્યો છે. 31 ઓક્ટોબર 1984ના દિવસે તેમનું ખૂન થયું હતું. આ દરમિયાન રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ નેતાઓએ પાર્ટી હેડક્વાર્ટરથી ઇન્દિરા ગાંધી મેમોરિયલ સુધી માર્ચ નિકાળી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આ પ્રસંગે ઇન્દિરા ગાંધીને યાદ કર્યા. પ્રધાનમંત્રીએ ટ્વિટર પર શ્રદ્ધાંજલિ આપી. ગુલામ નબી આઝાદ, આનંદ શર્મા અને અહમદ પટેલ સહિત કેટલાક મોટા કોંગ્કેસી નેતાઓએ આ માર્ચમાં હાજરી આપી હતી.

તો બીજી બાજુ સોમવારે દેશના પહેલા ગૃહમંત્રી સરદાર વલ્લભ ભાઇ પટેલની જયંતિ મનાવામાં આવી રહી છે. આ દિવસને એક્તા દિવસનાં રૂપમાં મનાવવામાં આવે છે. પ્રધાનમંત્રી મોદીએ સરદારને પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

You might also like