Rahul Gandhi દ્વારા કર્ણાટકમાં કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો જારી

બેંગલુરુઃ કર્ણાટકને લઈને કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો જારી કર્યો હતો. રાહુલ ગાંધીએ કર્ણાટક માટે કોંગ્રેસના ઘોષણાપત્રની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે આ ઘોષણાપત્ર સામાન્ય લોકોના મનની વાત છે. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે અમારી સરકારે જે વાયદા કર્યા હતા તે પાડી બતાવ્યા છે. પક્ષના અધ્યક્ષ રાહુલ ગાંધીએ મેંગલોર ખાતે પક્ષનો મેનીફેસ્ટો જારી કર્યો હતો.

રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે પ્રજાને પૂછીને આ આ મેનિફેસ્ટો તૈયાર કરવામાં આવ્યો છે. કોંગ્રેસનું ઘોષણાપત્ર બંધ રૂમમાં બેસીને બનાવવામાં આવ્યું નથી, પરંતુ અમે લોકોને પૂછીને તે તૈયાર કર્યું છે. અમે પ્રજાને એવું કહ્યું નથી કે અમે શું કરીશું, પરંતુ અમે પ્રજાને પૂછ્યું છે કે તમે શું ઈચ્છો છો? કોંગ્રેસનો કર્ણાટક પ્લાન જાહેર કરતા રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે નિશાન તાકતાં જણાવ્યું હતું કે પીએમ મોદી પોતાના મનની વાત કરે છે, પરંતુ અમારું આ ઘોષણાપત્ર કર્ણાટકની જનતાના મનની વાત છે.

રાહુલે જણાવ્યું હતું અમે કર્ણાટકની વિચારધારામાં વિશ્વાસ રાખીએ છીએ. તેમણે જણાવ્યું હતું કે પાંચ વર્ષ પહેલાં કર્ણાટકની સરકારે જે વાયદા કર્યા હતા તે પૂરા કર્યા છે. તેમણે ભાજપ પર પ્રહારો કરતાં જણાવ્યું હતું કે તમને જોવા મળશે કે ભાજપનું ઘોષણાપત્ર ત્રણથી ચાર લોકો જ નક્કી કરે છે તેમાં ઘણું બધું છુપાયેલું રાખવામાં આવે છે તેમાં રેડ્ડી બંધુઓના આઈડિયા હોય છે. ભાજપનું ઘોષણાપત્ર લોકોનું નહીં, પરંતુ આરએસએસનું ઘોષણાપત્ર છે.

You might also like