આજે કોંગ્રેસ દ્વારા જન આક્રોશ રેલીનું આયોજન, રાહુલ ગાંધી કરશે સંબોધન

કોંગ્રેસની જન આક્રોશ રેલી આજે યોજાશે. રાહુલ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ બન્યા પછી મોદી સરકારની વિરુદ્ઘ એક રીતે શક્તિ પરિક્ષણ કરી કરશે. હાલમાં દિલ્હીમાં પહેલી કોંગ્રેસની સાર્વજનિક સભા થશે, જેમાં 2019ની ચૂંટણીની ઝલક જોવા મળશે.

કોંગ્રેસ સંગઠનના મહાસચિવ અશોક ગહલોતે કહ્યુ કે, ”આ રેલીનું નામ છે, જન આક્રોશ રેલ, જેનો પોતાનો એક સંદેશ છે. આઝાદી પછી પહેલી વખત જોવા મળી રહ્યુ છે કે તમામ વર્ગોમાં ડરનો માહોલ કાયમ છે, એવામાં ભયનો માહોલ, આંતકનો માહોલ, ઘૃણાનો માહૌલ, નફરતનો માહોલ, હિંસાનો માહોલ પહેલા ક્યારેય નથી જોવા મળ્યો.”

અશોક ગહલોતે આગળ કહ્યુ કે, ”ખેડૂતો દુ:ખી છે, યુવાનોની સાથે છેતરપિંડી થઇ છે, મહિલાઓ દુ:ખી છે, રેપની ઘટનાઓ વધી રહી છે. મોંઘવારી વધી રહી છે, પેટ્રોલ-ડિઝલની કિંમતોએ તમામ રેકોર્ડ તોડી દીધા છે અને મોદી સરકારને જે વચનો આપ્યા છે તેણે 4 વર્ષમાં પૂરા નથી કર્યા. સ્માર્ટસિટી જેવું કઇ થયું નથી, ન્યાયપાલિકાની સ્થિતિ ચિંતાજનક છે. લોકો એટલા ગુસ્સામાં છે જેની કોઇ કલ્પના નથી કરી શકતુ. આ સ્થિતિને જઇને જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. દેશના લોકો જે વિચારી રહ્યા છે, તેની ઝલક રેલી દરમિયાન જોવા મળશે.” આ રેલીને કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ સિવાય સોનિયા ગાંધી, ડૉ.મનમોહન સિંહ પણ સંબોધિત કરશે.

 

વાસ્તવમાં પાર્ટી આ રેલીના માધ્યમથી દિલ્હી અને આસપાસના રાજ્યો રાજસ્થાન, હરિયાણા, યૂપી વગેરેમાં સંગઠનાત્મક સક્રિયતા વધારવા ઇચ્છે છે. તો બીજી બાજુ દેશના અન્ય રાજ્યોછી કાર્યકર્તાઓને બોલાવીને માહોલ બનાવવાની સાથે વિપક્ષી પાર્ટીઓને વિપક્ષની સૌથી મોટી પાર્ટી હોવાનો અહેસાસ કરાવવા ઇચ્છે છે.

પાર્ટી આ બહાને વિપક્ષી એકતામાં એને દૂર રાખવાના પ્રયત્નોમાં પોતાની તાકાત પણ દેખાડવા ઇચ્છે છે. કારણ કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના નેતૃત્વને લઇને ઊઠેલા સવાલોનો જવાબ પણ આપી શકે.

You might also like