રાહુલ ગાંધીના ચોથા તબક્કાના પ્રચારનો અંતિમ દિવસ, મહેસાણામાં મહિલા અધિકાર સભા કરશે

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. કોંગ્રેસના ઉપાધ્યક્ષ હાલ નવસર્જન યાત્રાને લઇને ઉત્તર ગુજરાતની મુલાકાતે છે. રાહુલ ગાંધી આજે પાટણની મુલાકાતે છે. રાહુલ ગાંધીનો ચોથા તબક્કાની ગુજરાત મુલાકાતનો આજે અંતિમ દિવસ છે.

રાહુલ ગાંધી આજે પાટણના વીર મેઘમાયા મંદિરે દર્શન કરશે. ત્યારે દલિત સમાજના આગેવાનો સાથે બેઠક કરી ત્રીજા દિવસના પ્રવાસની શરૂઆત કરશે. ત્યારબાદ રાહુલ ગાંધી હારીજ, બહુચરાજી અને મહેસાણમાં ચૂંટણી પ્રચાર કરશે. રાહુલગાંધી મહેસાણમાં મહિલા અધિકાર સભાને સંબોધન કરશે.

આ અગાઉ રાહુલ ગાંધીએ પાટણના પ્રગતિ મેદાન ખાતે જાહેર સભા સંબોધી હતી. જ્યાં રાહુલ ગાંધીએ સભા બાદ લોકોનું અભિવાદન ઝીલતા પાટીદાર યુવાનોએ જય સરદારની ટોપી આપતા રાહુલ ગાંધીએ ટોપી પહેરી હતી. ત્યાર બાદ રાહુલ ગાંધીએ પાટણ ખાતે મોડી રાત્રે બંસી કાઠિવાડી નામના ઢાબા પર કાઠીયાવાડી ભોજનનો સ્વાદ માણ્યો હતો.

You might also like