જર્મનીમાં રાહુલ ગાંધીના PM પર પ્રહાર, નોટબંધી-GST છે ભીડ હિંસાનું કારણ

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જર્મની ખાતે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ જણાવ્યું કે નોટબંધી, જીએસટી અને બેરોજગારીના કારણે ભીડહિંસા જેવી ઘટનાઓ વધી રહી છે. હેમ્બર્ગમાં એક કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ પીએમ મોદી પર પ્રહાર કરતાં કહ્યું કે ભાજપ સરકાર દ્વારા ખોટી રીતે જીએસટી લાગુ કરવો તેમજ નોટબંધીના કારણે નાના ઉદ્યોગો પાયમાલ થઇ ગયા છે.

જેના કારણે બેરોજગારીમાં વધારો થયો તેમજ તેના ગુસ્સાના કારણે લોકોમાં ભીડહિંસા જેવી ઘટનાઓ થવા લાગી. રાહુલ ગાંધીએ ભારતમાં ગરીબો, દલિતો પર અત્યાચાર થવાના આરોપ લગાવતા આતંકી સંગઠન આઇએસના સંગઠનના ફેલાવાનું ઉદાહરણ પણ આપ્યું.

રાહુલ ગાંધીએ કહ્યું કે વિશ્વમાં કોઇ પણ મોટી સંખ્યામાં લોકોને વિકાસની પ્રક્રિયાથી દૂર રાખવામાં આવે તો વિદ્રોહી સમૂહની સંખ્યામાં વધારો જોવા મળે છે. રાહુલ ગાંધીએ મોદી સરકાર પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે હાલમાં દેશમાં ઘણી ખતરનાક સ્થિતિ છે, જેની તમને જાણ કરવામાં આવતી નથી.

ભાજપ સરકારમાં દલિતો, અલ્પસંખ્યકો અને પિછડી જાતિના લોકોને સરકારી લાભ મળતો નથી. ગરીબ યોજનાઓના રૂપિયા હવે થોડા મોટા કોર્પોરેટરને આપી દેવામાં આવે છે. ઝડપથી બદલાઇ રહેલી દુનિયામાં લોકોને સુરક્ષાની જરૂરિયાત છે, પરંતુ ભારતમાં સરકારે આ સંરક્ષણ છીનવી લીધુ છે.

ભારતની અર્થવ્યવસ્થા પર નોટબંધી અને જીએસટી દ્વારા હુમલો કર્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ચાર દિવસા બ્રિટેન અને જર્મનની પ્રવાસે છે. રાહુલ ગાંધીએ ભારતમાં બેરોજગારને હાલની સૌથી મોટી સમસ્યા ગણાવી જેના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાંઇ વાત કરવા માગતા નથી. ચીજ દરરોજ પચાસ હજાર લોકોને રોજગારી આપે છે, જ્યારે ભારતમાં રોજ 400 લોકોને જ રોજગારી મળે છે.

You might also like