‘કોંગ્રેસની સરકાર આવશે તો લઘુ અને મધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહન અપાશે’

કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજે અમદાવાદની મુલાકાતે આવી પહોંચ્યા છે. રાહુલ ગાંધીએ જીએસટી, નોટબંધીને લઇને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપ ગુજરાતની ચૂંટણીથી ગભરાયેલું છે. ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે. ગુજરાત મોડેલનો ગુબ્બારો ફુટી ગયો છે. ખાનગી હોસ્પિટલોમાં ગરીબ લોકો જઇ જ નથી શકતા. રાહુલ ગાંધીએ જીએસટી મુદ્દે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.

નાના વેપારીઓ માટે બેંકના દરવાજા ખોલવા જોઇએ. નાના વેપારીઓને પૈસા નહી મળે તો વેપાર નહી કરી શકે. રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસ પક્ષ નાના વેપારીઓની મદદ કરશે. રાહુલ ગાંધીએ ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાને વખોડી હતી. લોકો પાસેથી શિક્ષણ વ્યવસ્થા પૈસા લૂંટવાનુ સાધન છે. કોંગ્રેસે કરોડો ખેડૂતોને હક અપાવ્યો છે.

રાહુલ ગાંધી આજરોજ અમદાવાદ આવ્યા હતા અને તેઓ સંવાદ કાર્યક્રમમાં પહોંચ્યા હતા. જ્યા તેમનું સ્વાગત કરવામાં આવેલું હતું. રાહુલ ગાંધીની મુલાકાતને લઇને કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હતો. રાહુલ ગાંધીનું ફુલહાર પેહરાવીને સ્વાગત કર્યું હતુ. રાહુલ ગાંધી સંવાદ કાર્યક્રમમાં કહ્યું હતુ કે દરેક મતક્ષેત્રમાં કોંગ્રેસના જમીની કાર્યકર્તાને ટિકિટ આપીશું. આયાતી ઉમેદવારને ટીકીટ નહી મળે. યુવા સેક્રેટરીનું ટીકીટમાં મહત્વનો રોલ અદા કરશે. બહારથી આવેલા નેતાઓને ટીકીટ નહીં મળે. ગુજરાતના ખેડૂતો પર 36 હજાર કરોડનું દેવું છે. ટાટા કંપનીએ મોદી સરકારને 60 હજાર કરોડ આપ્યા હતા. ટાટા નેનોને 36 હજાર કરોડની લોન આપી હતી.

કોંગ્રેસને હરાવવાનું કામ કરતા લોકોને કોંગ્રેસમાં સ્થાન નહી મળે. નોટબંધીને લઇને રાહુલ ગાંધીએ પીએમ મોદી પર આકરા પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે નોટબંધીને લઇને પીએમ મોદીએ કોઇની સલાહ ન લીધી. પીએમને મનની વાત કહેવી સારી લાગે છે. મનની વાત સાંભળવી સારી નથી લાગતી. નોટબંધી બાદ પણ આતંકીઓ પાસ નાણાં પહોંચ્યા. કાશ્મીરમા આતંકવાદમાં વધારો થયો. જીએસટીને લઇને રાહુલે કહ્યું કે એનડીએના જીએસટી અને કોંગ્રેસના જીએસટીમાં ફર્ક છે. જીએસટીમાં આટલા બધા સ્લેબ ન હોવા જોઇએ.

You might also like