રાહુલ ગાંધીએ મોદી સરકાર પર ફોડ્યો ટ્વિટર બોમ્બ

નવી દિલ્હી : કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સહિત પાર્ટીનાં નેતાઓએ આઇટી કંપનીઓ દ્વારા 50 હજારથી વધારે કર્મચારીઓની છટણીનાં પ્રસ્તાવ અંગે મોદી સરકાર પર ટ્વિટર વોર ચાલુ કરી હતી. તેમણે કહ્યું કે તે યુવકોની સાથે કરાયેલા વચનો પુરા કરવામાં નિષ્ફળ સાબિત થયા છે. રાહુલે ટ્વીટ કરીને કહ્યું કે મને જાણીને દુખ થયું છે કે આ સરકારમાં દૂરદર્શીતા નથી જેનાં કારણે યુવાનોને નિરાશ થવું પડે છે.

પાર્ટીનાં યુવા નેતા સચિન પાયલોટે આને રી ટ્વીટ કરતા કહ્યું કે આ સમયે છટણી અને બેરોજગાર વિકાસ સૌથી મોટી વાત છે. જો સરકાર સમયે નહી જાગે અને યોગ્ય સમયે પગલા નહી ઉઠાવે તો લાખો લોકોનું ભવિષ્ય ખતરામાં છે. શશિ થરૂરનું કહેવું હતું કે મોદી સરકાર ભારતીય યુવકો સાથે અપાયેલા વચનોને પુરા કરવામાં નિષ્ફળ સાબિત થઇ રહી છે.

તે યુવકોને મોટી વસ્તીનો ફાયદો ન ઉઠાવી શકી. છટણીનાં કારણે માહિતી અને પ્રસારણનાં ક્ષેત્રમાં કામ કરી રહેલા યુવતો ખુબ જ ચતિત છે. તેમનાં માટે કોઇ પ્રકારની સુરક્ષા નથી. સરકાર આ અંગે કોઇ કાર્યવાહી નથી કરી રહી.

You might also like