અન્ય દેશની નાગરિકતા માટે ક્યારે પણ અરજી નથી કરી : રાહુલ

નવી દિલ્હી : કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાની નાગરિકતાનાં મુદ્દે ઉઠેલા સવાલો પર સ્પષ્ટતા કરી છે કે તેણે કોઇ અન્ય દેશમાં નાગરિકતા માટે ક્યારે પણ અરજી કરી નથી. રાહુલ ગાંધીએ લોકસભાની એથિક્સ કમિટી દ્વારા ફટકારવામાં આવેલી કારણદર્શક નોટિસ અંગે પોતાનો ખુલાસો વ્યક્ત કર્યો હતો. એટલું જ નહી કમિટીને આપેલા જવાબમાં રાહુલ ગાંધીએ પોતાની નાગરિકાનાં મુદ્દે સવાલો પણ ઉઠાવ્યા હતા. રાહુલે આ વિવાદ માટે ભાજપને જવાબદાર ગણાવ્યું હતું.

ભાજપનાં સીનયિર નેતા એલ.કે અડવાણીની અધ્યક્ષતામાં બનેલી એથિક્સ કમિટીને મોકલેલા જવાબમાં રાહુલે કહ્યું કે તેમણે ક્યારે પણ કોઇ દેશની નાગરિકતા માટે અરજી કરી નથી. રાહુલે ભાજપ પર આરોપ લગાવ્યો કે સત્તાધારી પક્ષ તેની છબી ખરાદ કરવા માટે આ પ્રકારનાં વિવાદો પેદા કરી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીની નાગરિકતાનાં મુદ્દે વિવાદ ત્યારે ચાલુ થયો હતો જ્યારે ગત્ત વર્ષે ભાજપનાં સિનિયર નેતાએ રાહુલ ગાંધી પર આરોપ લગાવ્યો હતો.

સ્વામીએ આરોપ લગાવ્યો કે એક કંપનીનાં કામ માટે રાહુલે પોતાને બ્રિટિશ નાગરિક ગણાવ્યો હતો. સ્વામીએ આ મુદ્દે વડાપ્રધાન મોદીને પત્ર પણ લખ્યો હતો. ત્યાર બાદ ભાજપ સાંસદ મહેશ ગીરીએ આ મુદ્દે લોકસભા સ્પિકર સુમિત્રા મહાજનની સામે સવાલ ઉઠાવ્યો હતો. તેમણે આ મુદ્દે પત્ર પણ લખ્યો હતો જેને સ્પીકરે એથિક્સ કમિટીને મોકલી આપ્યો હતો. આ પત્રનાં આધારે કમિટીએ ગત્ત દિવસોમાં રાહુલને કારણદર્શક નોટિસ ફટકારી હતી. જેનો રાહુલ જવાબ રજુ કર્યો હતો.

You might also like