રાહૂલે મોદી સરકારને આપ્યો ‘F’ ગ્રેડ, સુત્રોચ્ચાર અને સેલ્ફ પ્રમોશનમાં A+

કેન્દ્રની સત્તાના 4 વર્ષ પુરા થવાના પ્રસંગે મોદી સરકારે પોતાનું રિપોર્ટ કાર્ડ જાહેર કર્યુ છે. આ વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સરકારના 4 વર્ષના કાર્યકાળને ઘણા મોરચે નિષ્ફળ જણાવી છે. એટલુ જ નહી તેમણે પીએમ મોદી અને સરકારના ઘણા મામલાઓ પર ગ્રેડિંગ પણ કરી છે. કોંગ્રેસ અધ્યક્ષે ટ્વીટર પર આ ગ્રેડિંગ આપતા કહ્યુ કે સરકારનું રિપોર્ટ કાર્ડ ઘણા મોરચાની આશાઓને પુરી કરવામાં અસફળ રહી છે.

કોગ્રેસ અધ્યક્ષે એગ્રિકલ્ચર, વિદેશ નીતિ, ઈંધણની કિંમતો અને નોકરીઓના અવસર પેદા કરવા જેવા મુદ્દાઓ પર મોદી સરકારને ‘F’ ગ્રેડ આપ્યો છે. એટલું જ નહી રાહુલે આક્ષેપો કરતા કહ્યુ હતુ કે મોદી સરકારને નવા સુત્રોચ્ચાર બનાવવા અને સેલ્ફ પ્રમોશનમાં ‘A’+ ગ્રેડ આપ્યો છે. આ ઉપરાંત યોગને ‘B-ગ્રેડ’ આપવામાં આવ્યો છે. પીએમ મોદી હંમેશા યોગને મહત્વપુર્ણ જણાવતા જીવનમાં પૂર્ણ શારીરિક અને માનસિક વિકાસ માટે તેને મહત્વપૂર્ણ દરજ્જો આપે છે. 24 મે પીએમ મોદીએ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીના ફિટનેસ ચેલેન્જને લઈ પ્રતિક્રિયા આપતા કહ્યુ હતુ કે ટુંક સમયમાં તેઓ પોતાનો વીડિયો શેયર કરશે.

 

પીએમ મોદીના #HUMFITTOINDIAFIT ટ્વીટ પર પ્રતિક્રિયા આપતા રાહુલ ગાંધીએ તેમની સામે #fuelchallenge રજુ કર્યુ હતુ. રાહુલે કહ્યુ કે, ‘ ઈંધણની કિંમત ઓછી કરો, નહીંતર કોંગ્રેસ પાર્ટી દેશવ્યાપી આંદોલન કરશે અને આપ તેવું કરવા માટે દબાણ કરશે.’ રાહુલે લખ્યુ કે હું ફ્યુલ ચેલેંજ ને લઈ તમારી પ્રતિક્રિયાની રાહ જોઈ રહ્યો છું. જો કે રાહુલે આ ટ્વીટ 24 મે ના રોજ કર્યુ હતુ.

રાહુલે કહ્યુ કે આજનો મોદી સરકારનો રિપોર્ટ આ જ કહે છે, ‘માસ્ટર કોમ્યુનિકેટર, જટીલ મુદ્દાઓ પર સંઘર્ષ અને ઓછા સમયમાં ચર્ચાઓનો અંત લાવવો.’

You might also like